• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 'Wife Is Not Allowed To Speak At Home, She Makes Every Decision Herself Without Asking', Court Says Not Allowing Her To Speak Is Called Cruelty

પતિ-પત્નીનો વિચિત્ર કિસ્સો:‘પત્ની ઘરમાં બોલવા દેતી નથી, દરેક નિર્ણય પૂછ્યા વગર જાતે કરે છે’, કોર્ટે કહ્યું - બોલવા ન દે એ ક્રૂરતા કહેવાય

અમદાવાદ25 દિવસ પહેલાલેખક: તેજલ અરવિંદ શુકલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિક્ષિત દંપતીનો કંકાસ સાંભળી ફેમિલી કોર્ટે કહ્યું, પત્ની બોલવા ન દે તેને ક્રૂરતા ન કહેવાય
  • પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી

અમદાવાદમાં રહેતા ઉચ્ચ શિક્ષિત દંપતી વચ્ચે હાસ્યાસ્પદ કારણસર છૂટાછેડા લેવા ફેમિલી કોર્ટમાં અરજી કરાઇ છે. ઘરમાં પત્ની પતિને બોલવા નહીં દેતી હોવાના કારણે પતિએ છૂટાછેડાની માગણી કરતી અરજીમાં રજૂઆત કરાઈ છે કે, તેમની પત્ની તેમના કરતાં વધુ શિક્ષિત છે, બંનેના પ્રેમલગ્ન છે. લગ્ન બાદથી પત્ની ઘરના દરેક નિર્ણય જાતે અને પૂછ્યા વગર લે છે. તેમના અભિપ્રાયને કોઇ મહત્ત્વ અપાતું નથી. પત્ની બોલ્યા કરે, પણ પતિને બોલવા દેતી નથી. પત્ની બોલે તે સાંભળવું પડતું હોઇ, કંટાળીને છૂટાછેડાની માગણી કરી છે. ફેમિલી કોર્ટે સુનાવણીમાં ટકોર કરી કે, પત્ની ઘરમાં પતિને બોલવા ન દે તો તેને ક્રૂરતા ન કહેવાય. આવા કારણસર છૂટાછેડા માગી શકાય નહીં.

સેલ્ફ ફાઇનાન્સ કોલેજના અધ્યાપક વિનોદ પંતે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. તેમની પત્ની વિભૂતિ પંત અન્ય કોલેજમાં પ્રિન્સિપાલ છે. માસ્ટર ડિગ્રી કરતી વખતે બંનેએ લગ્ન કરવાનું નક્કી કરતાં વિભૂતિબેને શરત મુકી હતી કે, જો વિનોદ પીએચડી કરે તો જ તે લગ્ન કરશે. વિભૂતિ પૈસાપાત્ર પરિવારમાં ઉછરી હતી, વિનોદ મધ્યમ વર્ગમાં ઉછર્યો હતો. તેની પાસે આગળ ભણવાનો સમય કે પૈસા નહોતા. તેણે વિભૂતિને કહ્યું કે, લગ્ન બાદ તે પીએચડી કરશે. હાલ તેના પરિવારમાં કમાણીની જરૂર છે તેથી ભણી શકે તેમ નથી. (પાત્રોનાં નામ બદલ્યા છે)

પત્નીએ કહ્યું, મારો જન્મ ઘરકામ માટે નહીં કારકિર્દી માટે છે
2018ના ડિસેમ્બરમાં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નના 8 દિવસ બાદ વિભૂતિએ જુદાં રહેવાની જીદ પકડી, ઘરકામ બાબતે ઝઘડા કરી, મોટેથી બૂમો પાડીને કહેતી કે, મારો જન્મ ઘરકામ માટે નહીં કારકિર્દી માટે થયો છે. આટલું બધું ભણીને મારે કોઇનું કંઇ સાંભળવું નથી. હું કહું તે બધાંએ સાંભળવું પડશે. વિનોદ તેના પરિવારને શાંતિથી રહેવા દેવા માટે અલગ રહેવા ગયો હતો.
માન જળવાતું ન હોવાની દલીલ

છૂટાછેડા માટેના કારણમાં એવી દલીલ કરી હતી કે, લગ્નમાં બે વ્યકિત વચ્ચે સન્માન ના રહે તો સંબંધ લાંબુ ટકતો નથી. એકબીજાના સન્માનથી લગ્ન ટકે છે અને સન્માન ન જળવાય તો સંબંધનો મતલબ રહેતો નથી.

વધુ ભણેલી હોવાથી અપમાનિત કરે છે
અરજીમાં વિનોદે રજૂઆત કરી છે કે, તેની પત્ની વિભૂતિ વધુ ભલેણી હોવાથી તેને વાંરવાર અપમાનિત કરે છે. પરિવારના સભ્યો, મિત્રો કે સહકર્મી બેઠા હોય ત્યારે વિભૂતિ જે બોલે તે જ સાંભળવું પડે. કોલેજના મિત્રો સાથે ફરવા ગયા ત્યારે બધાંની વચ્ચે તે કહેતી કે, તું મારા કરતાં ઓછું ભણ્યો છું.

અન્ય સમાચારો પણ છે...