પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જે બાપે દીકરીનું રક્ષણ કરવાનું હોય તે બાપે જ સગી દીકરી સાથે દુષ્કર્મ કર્યું છે. માતા દવાખાનાના કામ અર્થે બહાર જતા સગા બાપે પોતાની 8 વર્ષની દીકરીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ કરી દીધું છે. આ અંગે માતાને જાણ થતાં માતાએ પિતા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
બાપે દીકરી પર દાનત બગાડી
કૃષ્ણનગરમાં રહેતા 35 વર્ષના પિતા પોતાની દીકરી માટે હેવાન સાબિત થયો છે. આઠ વર્ષની એકની એક સંતાનને મૂકીને તેની માતા તેમના ફોઈને દવાખાને બતાવવા માટે લઈને ગયા હતા, ત્યારે ઘરમાં સગા બાપ અને આઠ વર્ષની દીકરી જ હતી. બાપની સગી દીકરી ઉપર જ દાનત બગડતા ઘરમાં કોઈ ન હોવાથી દીકરીને બોલાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. જોકે આ અંગે દીકરીએ કોઈને જણાવ્યું ન હતું. પરંતુ માતા પરત આવતા જ્યારે દીકરી બીમાર પડી ત્યારે સાથે હોસ્પિટલ ગઈ હતી.
બાળકીને હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરને શંકા ગઈ
ખાનગી હોસ્પિટલમાંથી બાળકીને GCS હોસ્પિટલમાં લઇ જવા સલાહ આપતા બાળકીને તેની માતા GCS હોસ્પિટલ લઈ ગઈ હતી. GCS હોસ્પિટલમાં ડોક્ટરે તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મની શંકા જતાં ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતા ડોક્ટરે વધુ તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બાળકીની માતાને જાણ કરી હતી. બાળકીની માતાએ બાળકી સાથે વાત કરી ત્યારે તેના પિતાએ જ દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીની માટે સમગ્ર મામલે હેવાન પિતા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીને પકડી પાડ્યો
પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાળકી સાથે તેના પિતાએ એક વખત દુષ્કર્મ કર્યું છે. બાળકી ઘરે એકલી હતી, જેથી તેનો ફાયદો ઉઠાવીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આરોપી પિતાને પોલીસે રાઉન્ડઅપ કરી દીધો છે. ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરીને જેલના હવાલે કરવામાં આવશે.
2022માં પ્રેમીને મેળાવવાના બહાને ત્રણ શખ્સોએ સગીરા પર વારંવાર દુષ્કર્મ
ચાંદખેડામાં સગીરાને આરોપીઓ મિત્રના ઘરે લઈ જઈ અને પ્રેમીને મળાવવાની લાલચ આપનાર બે લોકોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે ઘટનાની જાણ સગીરાની માતાને થતા માતાએ તરત પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી હોવાનું ચાંદખેડા પીઆઇ વી.એસ વણઝારાએ જણાવ્યું હતું. આરોપીઓ સગીરાના દૂરના સબંધીઓ થતા હતા. આરોપીઓ અને સગીરાનું મેડિકલ કરાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીઓ લાંબા સમયથી સગીરા સાથે સંપર્કમાં હતા અને અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે 8 ઓક્ટોબરે તમામ આરોપીની ઘરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.