અમદાવાદના ક્રાઈમ ન્યુઝ:પરિણીતાએ આક્ષેપ સાસરીયા સામે ચોંકાવનારી ફરિયાદ નોંધાવી, પતંગની દોરી ગળામાં વાગતા મહિલા ઇજાગ્રસ્ત

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી પરણિતાએ સાસરીયા સામે ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પરણિતાએ આક્ષેપ કર્યો છે કે, લગ્નના છ મહિના પછીથી તેની સાસરી પક્ષના લોકો તેને હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં, કોરોના મહામારીના કારણે તેનું સીમંત થયું નહોતું. પરંતુ તેના સાસરી પક્ષના લોકો કોરોના પૂરો થઈ ગયા બાદ દાગીના માંગી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં યુવતીની સાસુએ કોઈ દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે દવા તેની વહુને પીવડાવી હોવાની ખોટી રજૂઆત પોલીસ સમક્ષ કરી હતી. આવી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

કોરોનાના કારણે સીમંત વિધિ પણ થઈ નહોતી
બાપુનગરમાં રહેતી 23 વર્ષીય મીના(ઓળખ છુપાવા નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2019માં મહેસાણાના કડી ખાતે રહેતા એક મોહિત સાથે થયા હતા. લગ્ન બાદ મીના તેના સાસરે રહેવા ગઈ હતી. જોકે, લગ્નના છ મહિના પછી એના સાસરીયાઓએ કામ બાબતે તેની સાથે બોલાચાલી કરી માનસિક હેરાન પરેશાન કરી ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. લગ્નના છ મહિના પછી તેને ગર્ભ રહેતા તે બીમાર પડી હતી. ત્યારે તેના પતિએ દવા કરાવી નહોતી અને પિયરમાં દવા કરાવવા મીનાને મૂકીને તેનો પતિ જતો રહ્યો હતો. ત્યારબાદ મીનાનો પતિ કે તેના સાસરીયાઓ બે મહિના સુધી તેને લેવા પણ આવ્યા નહોતા. કોરોનાની મહામારીના કારણે સીમંત વિધિ પણ થઈ નહોતી. આ વિધિમાં દાગીના મેળવવા માટે મીના અને તેના સાસરીયાઓએ કોરોના પતી ગયો છે એટલે હવે તારા પિતાને કહે કે, સોના ચાંદીના દાગીના લાવી આપે. તારા પિતાને આપવાની દાનત નથી તેમ કહી માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

મીનાનો પતિ છૂટાછેડા આપી દેવા બબાલ કરતો
મીના જે મકાનમાં રહેતી હતી. તે મકાનમાં સાસુ, સસરા અને દેરાણી પણ રહેતા હતા. થોડા સમય પહેલાં મીનાની સાસુએ દવા પી લેતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને પોલીસ સ્ટેશનમાં મીના પર ખોટા આક્ષેપ નાખીને તેને કંઈ પીવડાવી દીધું છે તેવી રજૂઆત કરી હતી. ત્યારબાદ મીનાના પતિએ આ બાબતને લઈને તેને માર પણ માર્યો હતો. બાદમાં પોલીસની હાજરીમાં મીનાનો પતિ છૂટાછેડા આપી દેવા બબાલ કરતાં તે ગભરાઈ ગઈ હતી અને તેને મારી નાખવાની પણ ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરી પક્ષના પાંચ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પતંગની ચાઈનીઝ દોરીથી મહિલાનું ગળું કપાયું
અમદાવાદના અમરાઈવાડી સ્વસિતક ચાર રસ્તા નજીક એકટિવા પર જઈ રહેલ મહિલાનું પતંગની ચાઈનીઝ દોરીથી ગળું કપાયું હતું. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરના હાટકેશ્રવર વિસ્તારમા રહેતી દિપીકા ગૌસ્વામી નામની મહિલા હાટકેશ્રવરથી નાગરવેલ તરફ સાંજે એક્ટિવા લઈને જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન અમરાઈવાડી સ્વસિતક ચાર રસ્તા પાસે પતંગની ચાઈનીઝ દોરી વચ્ચે આવી હતી અને ગળામા વાગતા તેઓ નીચે પટકાયા હતા. ગળામાં ઇજાથી લોહીલુહાણ હાલતમા સ્થાનિકોઓએ 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...