પતિએ હવસની હદ વટાવી:અમદાવાદમાં બીમાર પત્ની પથારીએ તરફડિયાં મારતી હતી, એમ છતાં પતિ શારીરિક સંબંધ બાંધવા જબરદસ્તી કરતો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બાળક સાથે પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી, પરિણીતાને મિત્રએ સહારો આપ્યો

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતાને બે બાળક સાથે પતિ અને સાસરિયાંએ હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ પરિણીતા સાથે બે બાળકને લઈને મિત્રના ઘરે જવાની ફરજ પડી. એટલું જ નહીં, પરિણીતાએ જ્યારે પોલીસને કહ્યું હતું કે તે બીમારીમાં પથારીમાં તરફડિયાં મારતી હતી ત્યારે પતિ શારીરિક સંબંધો માટે મજબૂર કરતો હતો, જે સાંભળીને પોલીસ ચોંકી ઊઠી છે. હાલ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં આ પરિણીતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સગાં જોડે વાતો કરે તો પતિ શંકા રાખી મારતો
શહેરના પોશ વિસ્તારના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેતી 35 વર્ષીય નિશા (નામ બદલ્યું છે)ના લગ્ન 2007માં થયા હતા. હાલ નિશા બે સંતાન સાથે રહે છે. લગ્ન બાદ નિશા તેના શાહીબાગ ખાતે સાસરે રહેવા ગઈ હતી. એ દરમિયાન તે તેનાં સગાં-સંબંધીઓ સાથે વાત કરે તો તેનો પતિ શંકા વહેમ રાખી ઝઘડા કરી તેને માર મારતો હતો. નિશા આ બાબતની ફરિયાદ તેનાં સાસુ-સસરાને કરે તો તે લોકો નિશાના પતિનો પક્ષ લેતાં અને બાદમાં નિશા સંસાર બચાવવા આ ત્રાસ સહન કરતી હતી.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

સાસુને કામમાં મદદ કરવા કહ્યું તો પતિએ મારઝૂડ કરી
2010 અને 2013માં નિશાએ બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારે તેના પતિએ બાળકોની સોનોગ્રાફી કરવાનું કહેતાં નિશાએ મનાઈ કરી હતી. બાદમાં નિશાને કામ કરવામાં તકલીફ પડે અને સાસુને મદદ કરવાનું કહે તો તેને મદદ ન કરતાં અને ગાળો બોલી મારઝૂડ કરતાં હતાં, જેની ફરિયાદ નિશાએ તેના પતિને કરી તો પતિ અને સાસુએ ભેગા મળી નિશાને માર માર્યો હતો.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

પોતાનો સંસાર ન બગડે એ માટે બધું સહન કરતી
નિશાની તબિયત સારી ન હોય ત્યારે પણ તેનો પતિ તેને શારીરિક સંબંધ કરવા દબાણ કરતો હતો અને ઘરસંસાર ન બગડે એ માટે નિશા આ બધું સહન કરતી હતી. વર્ષ 2019માં નિશાના પતિએ તેની સાથે ઝઘડો કરતાં તેણે તેનાં સાસુ-સસરાને કહેતાં તેને બાળકો સાથે પહેરેલાં કપડે કાઢી મૂકી હતી, જેથી નિશા તેની બહેનપણીના ભાઈના ઘરે ગઈ અને ત્યાં તેનાં પિયરજનો આવી તેને લઈ ગયાં હતાં.

બાળકો પરત ન આપવાની ધમકીઓ આપી
વર્ષ 2020માં નિશાના પતિએ તેની જાણબહાર ફેમિલી કોર્ટમાં કેસ કરતાં કોર્ટે બાળકોને રવિવારે મળવાની મંજુરી આપી હતી. એક દિવસ નિશાનો પતિ બાળકોને મળવા આવ્યો અને બાદમાં બાળકોને લઈ ગયો હતો. રાત સુધી બાળકોને ન મૂકી જતાં નિશા ગભરાઈ અને તેના કાકાજીને ફોન કર્યો હતો. બીજા દિવસે બાળકોને મૂકી જઇ નિશાના પતિએ આજે પણ નહીં અને કાલે પણ નહીં મૂકી જઈશ એવી ધમકી આપતાં આખરે નિશાએ આ બાબતથી કંટાળી પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...