માંગણી:પત્નીએ પોતાના જીવનનિર્વાહ માટે મહિને 50 હજાર, બે બિલાડીને ઉછેરવા પતિ પાસે 10 હજારની માગણી કરી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગ્રામ્ય કોર્ટમાં દાવો કર્યો, પત્નીએ કહ્યું, બંને બિલાડી પતિના નામે મલેશિયાથી લવાઈ છે

ગ્રામ્ય કોર્ટમાં પત્નીએ કરેલા ઘરેલું હિંસાચારના કેસમાં ભરણ પોષણ પેટે રૂ.50 હજારની માંગણી કરી છે. જેમાં પતિ મુકી ગયેલ બે બિલાડીના ખર્ચ પેટે રૂ.10 હજારની માંગણી કરી છે. જેની વધુ સુનાવણી 25 નવેમ્બરે હાથ ધરાશે.

34 વર્ષીય પરિિણતાએ એડવોકેટ અનિલ કેલ્લા મારફતે ગ્રામ્ય કોર્ટમાં ઘરેલું હિંસાચારનો કેસ કર્યો છે. જેમાં તે અને તેના માતા-પિતા મલેશિયામાં રહેતા હતાં. એ વખતે મુંબઇનો રહેવાસી યુવક મલેશિયા નોકરી કરવા ગયો હતો. મલેશિયમાં યુવતી અને યુવક પોતાની સમાજના મેળાવડામાં મળ્યા હતાં. ત્યારબાદ બન્ને જણા એક જ સમાજના હોવાથી બન્ને જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

અને વર્ષ 2015માં મુંબઇમાં સમાજના રિત-રીવાજ મુજબ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પરિણિતા અને તેનો પતિ મલેશિયા જતા રહ્યા હતાં. 2018માં પતિને અમદાવાદમાં સારી નોકરી મળતા બંને અમદાવાદ આવી ગયા હતાં. અમદાવાદમાં સાસુ-સસરાની માલિકીનું મકાન હોવાથી ત્યાં તેઓ રહેતા હતાં. અને પરિણિતાના સાસુ-સસરા અવાર-નવાર અમદાવાદ આવતા હતાં.

એ વખતે પરિણિતા નોકરી કરતી હોવાથી કામના ભારણના કારણે તે ઘરના કામકાજમાં ધ્યાન આપી શકતી નહોતી. જેના કારણે સાસુ સાથે ઝઘડા થતાં હતાં. અમદાવાદ આવી ગયા બાદ પતિ પણ પત્નીને અવગણતો હતો. અને તેના હાથનું જમવાનું પસંદ આવતું નહતું. અને બહારની વ્યક્તિ જેવું વર્તન કરતા હતાં. પત્ની તરીકે માન નહીં આપી માનસિક ત્રાસ આપતો હતો.

પતિ-પત્ની જે મકાનમાં રહેતા હતાં તે મકાનમાંથી સાસુએ દીકરાનું નામ કમી કરાવ્યું હતું. પત્નીને પૂછ્યા વગર પતિ અમદાવાદ છોડી મુંબઇમાં માતા-પિતાના ઘરે જતો રહ્યો હતો. આથી સાસુએ ફોન કરીને જાણ કરી હતી. અને પોતાના મકાનમાંથી નીકળી જવાનું કહી ધમકી આપી હતી. પરિણિતાએ પતિ જતો રહ્યો હોવા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

બિલાડી પાછળ દૂધ-ખોરાકનો ખર્ચ થાય છે : પત્ની
પતિ બે પાલતુ બિલાડીને મૂકીને જતો રહ્યો છે. જે બન્ને બિલાડીની ઉંમર 5 વર્ષની છે. અને તે બન્ને પાલતું બિલાડી મારા પર આશ્રિત છે. તેમના દૂધ, ખોરાક સહિતનો ખર્ચ દર મહિને રૂ.10 હજાર થાય છે. આ બંને બિલાડી મલેશિયાથી કાગળિયા કરીને લાવ્યા છીએ જેમાં મારા પતિનું નામ છે. પતિ ઉચ્ચ હોદા ઉપર સારા પગારે નોકરી કરે છે. આથી દર મહિને રૂ.50 હજાર ભરણપોષણ પેટે મંજૂર કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...