પ્રેમમાં જીવ ગુમાવ્યો:અમદાવાદના ​​​​​​​રામોલમાં પ્રેમ લગ્ન બાદ દહેજ માટે ત્રાસ આપતા પરિણીતાનો આપઘાત, દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાઇ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણના પરિવારની દિકરીને અમદાવાદ ખાતે રહેતાં હાર્દિક પટેલ સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ પરીવારને થતાં તે બન્નેના ફુલહારથી લગ્ન કરાવ્યા હતા અને યુવતી તેના પતિ હાર્દિક સાથે અમદાવાદમાં રહેવા માટે આવી ગઇ હતી. આ દરમિયાન ગત 27 તારીખે સવારના સમયે દીકરીના પિતા ઘરે હાજર હતા. આ સમયે જમાઈ હાર્દિકે ફોન કરી જણાવ્યુ હતુ કે, તમારી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જેથી તમે જલ્દી આવો. આ સાંભળીને દીકરીના પિતા પરીવાર સાથે અમદાવાદ આવ્યા હતા.

તેમને જાણવા મળ્યું હતું કે, હાર્દિક તેની પત્ની સાથે સારો વ્યવહાર કરતા ન હતા, તારા બાપે કશું આપ્યું નથી તું હવે જઈને પૈસા અને દાગીના લઈ આવ તેમ કહીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતો. હાર્દિકના અગાઉ પહેલા લગ્ન થયા હતા. પહેલી પત્નીને ત્રાસ આપતો હોવાથી તેની સાથે છુટાછેડા પણ થઈ ગયા હતા. હાર્દિક અવાર નવાર પૈસાની માંગણી કરીને પત્નીને ત્રાસ આપતો હતો. આખરે કંટાળી દીકરીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...