સાબરમતીની પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:‘તું અપંગ અને વાંઝણી છે’ કહીને પતિ ત્રાસ આપતો હોવાથી પત્નીનો આપઘાત

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ ઉપરાંત જેમની પાસેથી પૈસા ઉધાર લીધાં હતાં તે લોકો પણ હેરાન કરતા હતા

સાબરમતીમાં રહેતી પત્નીને તું અપંગ છે, વાંઝણી છે તેમ કહીને પતિ અવારનવાર ઝઘડો કરીને ત્રાસ આપતો હતો. એટલુ જ નહીં પત્નીએ નવા ઘર માટે પૈસા ઉછીના લીધા હોવાથી બે વ્યક્તિઓ પૈસાની માગણી કરીને હેરાન કરતા હોવાથી પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ગોમતીપુરમાં રહેતા હસમુખભાઈની નાની બહેન વસંતી પંડ્યા જન્મથી અપંગ હતા. 2017માં છૂટાછેડા બાદ બીજા લગ્ન ઓઢવ ખાતે રહેતા વિપુલ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ પછી તું અપંગ છે, વાંઝણી છે તેમ છતાં તને રાખું છું તેવા મેણા-ટોણાં મારીને વસંતીબહેનને હેરાન કરતો હતો.

વસંતીએ તેની બહેન પાસેથી પૈસા લઈને સાબરમતીમાં ઘર લઈ પતિ અને બાળક સાથે ત્યાં રહેવા ગઈ હતી. પતિના મેણાટોણાના કારણે ગત આઠ તારીખે વસંતીબેને ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. થોડા દિવસ પછી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં પતિ અને ઉછીના પૈસા લીધેલા બે વ્યક્તિઓના કારણે આપઘાત કર્યો હોવાનંુ સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુસાઈડ નોટ મળ્યાં બાદ ત્રણ સામે ફરિયાદ
સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારી લાશ મારા સાસરિયાંને ન આપવી. હું લાવારીશ છું, મને મારા પતિએ કોઈ દિવસ સપોર્ટ કર્યો નથી. તને મુકીને જતો રહીશ, તેમ કહીને ત્રાસ આપે છે. સાથે જ ચેતના બહેન અને જયમીન પટેલ બન્ને પાસેથી પૈસા લીધા હોવાથી ઉઘરાણી કરીને હેરાન કરે છે. જેમના કારણે હું આપઘાત કરું છુ.

અન્ય સમાચારો પણ છે...