તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Wife Abandoned In New Zealand To Live With Girlfriend In US; Then The In laws Called Ahmedabad But Kicked Her Out Of The House When Her Daughter Was Born

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી પતિની કરતૂત:પત્નીને ન્યૂઝીલેન્ડમાં ત્યજી USમાં ગર્લફ્રેન્ડની સાથે રહેવા લાગ્યો; પછી સાસુ-સસરાએ અમદાવાદ બોલાવી પણ પુત્રીનો જન્મ થતાં ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પત્નીની પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ

પત્નીને ન્યૂઝીલેન્ડ લઇ ગયેલા પતિને અમેરિકામાં નોકરી મળતાં, તે એકલો અમેરિકા ગયો હતો. બીજી તરફ સાસુ-સસરા રોજ પુત્રવધૂને ફોન કરીને ઝઘડો કરતા અને ઈન્ડિયા બોલાવી દીકરી સાથે પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકી હતી. અમેરિકામાં પતિ ગર્લફ્રેન્ડ સાથે રહેતો હોવાથી તેમને પણ એક દીકરી થઈ હતી. આ વાતની જાણ થતાં પત્નીએ સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

થલતેજમાં ગોયલ ઈન્ટરસિટીમાં રહેતા ગુંજનબેન(ઉં.36)ના લગ્ન 2015માં સાઉથ બોપલમાં બિનોરી ગ્રેસિયામાં રહેતા આકાંક્ષ શાહ સાથે થયા હતા. લગ્ન બાદ ગુંજન અને આકાંક્ષ ન્યૂ ઝીલેન્ડ ગયા હતા. એક મહિના બાદ આકાંક્ષને અમેરિકામાં નોકરી મળતાં તે ગુંજનને મુકીને જતો રહ્યો હતો. જ્યારે આકાંક્ષની માતા કરૂણાબેન અને પિતા અજયભાઈ ફોન પર રોજ ગુંજન સાથે ઝઘડો કરીને તેને અમદાવાદ બોલાવી લીધી હતી.

અમદાવાદ આવ્યા બાદ ગુંજનએ દીકરી આજ્ઞાને જન્મ આપ્યો હતો. જોકે સાસુ-સસરાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. દરમિયાન મિત્રો દ્વારા ગુંજનને જાણવા મળ્યું હતું કે આકાંક્ષ એક યુવતી સાથે રિલેશનમાં છે અને તેમને એક દીકરી પણ છે. થોડા સમય પહેલાં આકાંક્ષ માતા-પિતા-ગર્લફ્રેન્ડ અને તેની દીકરી સાથે દુબઈ ફરવા ગયો હતો. જેથી આ અંગે ગુંજને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પત્ની-દીકરીને પતિ અમેરિકા ન લઈ ગયો
શરૂઆતમાં આકાંક્ષ ગુંજનને કહેતો હતો કે,‘હું તને અમેરિકા બોલાવીશ.’ ત્યારબાદ આજ્ઞાનો જન્મ થતાં બંનેની ફાઈલ મૂકી હોવાનું કહેતો રહેતો, પણ દરવખતે કોઈનું કોઈ બહાનું કાઢતો રહેતો, આજ્ઞા 3 વર્ષની થઈ ત્યાં સુધી આકાંંક્ષ ગુંજન અને આજ્ઞાને અમેરિકા લઈ ગયો ન હતો.

આકાંક્ષ આવે ત્યારે ગુંજનને ઘરે બોલાવતા
ગુંજનના ન્યૂઝીલેન્ડથી આવ્યા બાદ આકાંક્ષ 5 થી 6 વખત તેના ઘરે આવ્યો હતો. જ્યારે પણ આકાંક્ષ આવે ત્યારે કરુણાબેન અને અજયભાઈ ગુંજન અને આજ્ઞાને પિયરથી બોલાવી લેતાં અને જેવો આકાંક્ષ અમેરિકા જાય કે તરત જ ગુંજન સાથે ઝગડો કરી ઘરમાંથી કાઢી મુકતા.

સ્ત્રીધન અને રૂ.20 લાખ પડાવી લીધા હતા
ગુંજને પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર, લગ્નમાં તેના પિતાએ સાસરિયાંના માગ્યા પ્રમાણે રૂ.50 હજાર રોકડા અને 25 તોલા સોનાના દાગીના આપ્યા હતા. તે સાસુએ લઈ લીધા પછી પાછા આપ્યા ન હતા. આ સિવાય આકાંક્ષે તેમની પાસેથી ટુકડે-ટુકડે રૂ.20 લાખ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો