બિલ્ડર પુત્રની સામે સામાન્ય ગુનો કેમ?:BMW હિટ એન્ડ રનમાં સત્યમ શર્માને ગણતરીની કલાકોમાં જ જામીન, 307 મુજબ ગુનો કેમ નહીં?

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સોલાની સિમ્સ હોસ્પિટલ પાસે ગત 1 માર્ચની રાત્રે 09:45 વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં BMW કાર નંબર GJ-01-KV-1008ના ચાલક સત્યમ શર્મા (ઉર્ફે ભોલુ)એ દારૂના નશામાં ચૂર ફુલ સ્પીડે કાર ચલાવીને અમિત સિંઘલ અને તેમની પત્ની મેઘાબેનને ઉડાવી દીધા હતાં. આ દુર્ઘટનામાં દંપતીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના CCTVમાં પણ કેદ થવા પામી હતી. અકસ્માત સર્જાયા બાદ કારચાલક બનાવના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર કારને મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતના 96 કલાક બાદ નાટકીય ઢબે ક્રાઈમ બ્રાંન્ચે આરોપી સત્યમ શર્માની રાજસ્થાનથી ધરપકડ કરી હતી.

96 કલાક બાદ રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપાયો હતો.
96 કલાક બાદ રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપાયો હતો.

નબીરાને ગણતરીની કલાકોમાં જ જામીન મળ્યાં
એક નહીં પણ બબ્બે પોલીસ સ્ટેશનમાં જેની સામે ગુનાઓ નોંધાયા તે પોલીસથી બચવા રાજસ્થાન જઈ સંતાઈ ગયો હતો. 96 કલાક બાદ નાટકીય ઢબે ક્રાઈમ બ્રાંન્ચે બિલ્ડર પુત્રને રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડ્યો હતો. રસ્તે જતાં દંપતીનો જીવ જોખમમાં મુકનાર આરોપી કોની રહેમ નજર હેથળ અને કોના સહારે રાજસ્થાન સુધી પહોંચ્યો તે એક મોટો સવાલ છે. આ સાથે હવે કાયદા અને વ્યવસ્થા પર પણ સવાલો ઉઠવા પામ્યા છે. રાજસ્થાનથી ઝડપાયા બાદ પોતે ગુનો કબુલ કર્યો છતાં પોલીસે રાજકીય અને પૈસાનો વગ ઘરાવતા બિલ્ડર પુત્ર સત્યમ સામે હત્યાના પ્રયાસ સહિતના કોઈ જ ગંભીર ગુના નોંધવાના બદલે હળવા ગુના નોંધતા નબીરો ગણતરીની કલાકોમાં જ જામીન મેળવી બહાર આવી ગયો છે.

અકસ્માત પહેલા મિત્ર સાથે કારમાં દારૂ પીધો
અકસ્માતે ભોગ બનનાર દંપતીને ન્યાય મળે તેવું લાગી રહ્યું નથી. કેમ કે અકસ્માત બાદ FSLના આવ્યા પહેલા જ પોલીસે કારમાં પ્રવેસી પુરાવા સાથે છેડછાડ કર્યાની લોકમુખે ચર્ચા થઈ રહી હતી. આ સાથે વીડિયોમાં પણ પોલીસ કારમાં બેઠી ભાજપનો ખેસ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ ઉપરાંત પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, અકસ્માત થયા પહેલા આરોપી સત્યમ શર્માએ તેના મિત્ર મહાવીર સાથે કારમાં બેચીને દારૂ પીધો હતો. જે બાદ દારૂના નશામાં કાર ચલાવી સોલાના વેદાંત શ્રીજી લિવિંગ હોમમાં રહેતા દંપતીને હડફેટે લીધુ હતું. આ કેસમાં સોલા પોલીસે, ટ્રેફિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી.

કારમાંથી દારૂની બોટલ અને ભાજપનો ખેસ પણ મળ્યો.
કારમાંથી દારૂની બોટલ અને ભાજપનો ખેસ પણ મળ્યો.

સત્યમના મિત્રની ધરપકડ થશે કે કેમ?
આ કેસમાં જે દિવસે સત્યમે અકસ્માત સર્જયો તે પહેલા તેણે તેના મિત્ર મહાવીર સાથે કારમાં બેસીને દારૂ પીધો હતો. જ્યારે સોલા પોલીસે સત્યમની ધરપકડ કરીને મોડી રાત્રે જામીન પર મુક્ત કર્યો હતો, પરંતુ તેની સાથે દારૂ પીનારા મહાવીરની પોલીસ ધરપકડ કરશે કે કેમ તે જોવું રહ્યું!

દંપતીની ફાઈલ તસવીર
દંપતીની ફાઈલ તસવીર

IPC 307 મુજબ ગુનો કેમ નહીં?
આરોપી સત્યમ શર્માએ દારૂના નશામાં બેજવાબદારી પૂર્વક કાર હંકારીને પતિ-પત્નીને મોતને ઘાટ ઉતારનો પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટ થયું છે. છતા ટ્રાફિક પોલીસે બિલ્ડર પુત્ર સામે IPC 307 હત્યાના પ્રયાસનો ગુનો ન નોંધીને આરોપીને બચાવવા માટે માત્ર સામાન્ય અકસ્માતની ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી. મહત્ત્વનું એ છે કે, દારૂ પીધેલા વ્યક્તિનો ટેસ્ટ 48 કલાકમાં કરાવવામાં આવે તો આલ્કોહોલનું પ્રમાણ સામે આવી શકે, પરંતુ બિલ્ડરપુત્ર હોવીથી જાણી જોઈને પોલીસે 96 કલાકે ધરપકડ કરી હતી. જેથી ટેસ્ટ કરાવે તો આલ્કોહોલનું પ્રમાણ ઝીરો આવે.

પોલીસ કારની અંદર પ્રવેશી.
પોલીસ કારની અંદર પ્રવેશી.

ફાયરિંગ કર્યું, કાર પણ 160થી વધુની સ્પીડે ચલાવી
સત્યમ શર્માના સોશિયલ મીડિયા પરથી અનેક વીડિયો સામે આવ્યા હતા. જેમાં સત્યમ રિવોલ્વર વડે ફાયરિંગ કરી રહ્યો હતો. ગાડીની સ્પીડ 160થી વધુ દેખાઈ રહી હતી. ગાડીમાં પણ સત્યમે સ્ટંટ કર્યા હતા.સમગ્ર સોશિયલ મીડિયા તથા તેમાંથી સામે આવેલા વીડિયો મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. વીડિયો અને સોશિયલ મીડિયા અંગે FSL પણ તપાસ કરી રહી છે. વિડિયો અંગેની પુષ્ટિ થતાં પોલીસ દ્વારા સત્યમ વિરુદ્ધમાં વધુ એક ગુનો નોંધવામાં આવી શકે છે.

સત્યમ શર્માના સોશિયલ મીડિયા પર ફાયરિંગ કરતા વીડિયો
સત્યમ શર્માના સોશિયલ મીડિયા પર ફાયરિંગ કરતા વીડિયો

છેલ્લે પરિવાર સાથે વાત કરી એટલે તેમના પર શંકા
સત્યમ શર્મા અકસ્માત કરીને દોઢ કિમી દૂર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. જે બાદ સત્યમે ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે સત્યમના CDR પણ નિકાળ્યાં હતા, જેમાં તેને અંતમાં પરિવાર સાથે વાતચીત કરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે પરિવારની પણ પૂછપરછ કરી હતી. સત્યમના પરિવારને સત્યમના લોકેશન અંગેની જાણ હોવાની પૂરી શંકા પણ પોલીસને હતી.

અન્ય સમાચારો પણ છે...