બીભત્સ ગાળો બોલી માર માર્યો:મારા પિતા સાથે કેમ ઝઘડો કર્યો? કહી ખોખરામાં કોંગ્રેસના નેતાને 3 શખસે ફટકાર્યા

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરાઇવાડીમાં ત્રણ શખસોએ ભેગા મળીને કોંગ્રેસના ખોખરા વોર્ડના પ્રમુખને મારા પિતા સાથે કેમ ઝઘડો કર્યો હતો કહીને ફટકાર્યા હતા ઉપરાંત માથામાં ઇંટ પણ મારી દીધી હતી અને છરી કાઢીને અમારા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે ખોખરા વોર્ડના કોગ્રેસ પ્રમુખે ત્રણ શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

એક્ટિવા લઈ આંટો મારવા નીકળ્યા ત્યારે હુમલો
અમરાઇવાડીમાં રહેતા રાજેશ શર્મા કોંગ્રેસમાં ખોખરા વોર્ડમાં પ્રમુખ અને ખોખરા કાપડ એસોશિએશનમાં પણ પ્રમુખ છે. ગઇકાલે રાત્રિના 10 વાગ્યાની આસપાસ ઘરે જમીને તેઓ ઘર પાસે એક્ટિવા લઇને બહાર આંટો મારવા નીકળ્યા હતા. જે બાદ તેઓ ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ તેમની સોસાયટીના નાકે પહોંચતા સર્વોદયનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા પ્રિન્સ અગ્રવાલ, તેનો ભાઇ સચીન અગ્રવાલ અને તેનો મિત્ર આલોક બારોટ ત્રણેય શખસોએ રાજેશભાઇને ઉભા રાખ્યા હતા.

બીભત્સ ગાળો ન બોલવા કહેતા માર માર્યો
સચીને જણાવ્યું કે ઘણા વર્ષ અગાઉ હું નાનો હતો, ત્યારે મારા પિતા સાથે તમે કયા કારણસર ઝઘડો કર્યો હતો. જેથી રાજેશભાઇએ કહ્યું કે તારા પિતા સાથે ઝઘડો કર્યો નથી તારા પિતા મિત્ર હતા. એટલું કહેતા સચીન ઉશ્કેરાઇને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતા આલોક અને પ્રિન્સ ધક્કામુક્કી કરીને મારવા લાગ્યા હતા.

આસપાસના લોકોએ બચાવ્યા
આ દરમિયાન પ્રિન્સે રાજેશભાઇને માથામાં ઇંટ મારી દીધી હતી. ત્યારે બૂમાબૂમ થતાં આસપાસના લોકો અને પરિવારજનોએ તેમને છોડાવ્યા હતા. ત્યારે સચીને છરી કાઢીને અમારા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત રાજેશભાઇને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રાજેશભાઇએ ત્રણેય શખસો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...