• Home
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • why millions of people lined up for loans under the gujarat bjp government calling for digital India: Manish Doshi

અમદાવાદ / આત્મનિર્ભર સહાય યોજનામાં સરળ પ્રકિયા હોવાનો દાવો કરતી સરકાર આઠ-દસ કાગળો માગે છેઃ મનિષ દોશી

why millions of people lined up for loans under the gujarat bjp government calling for digital India: Manish Doshi
X
why millions of people lined up for loans under the gujarat bjp government calling for digital India: Manish Doshi

 • બે મહિનાના લોકડાઉનને કારણે આર્થિક મદદની જરૂરિયાત અત્યારે હોય કે ત્રણ મહિના પછી?
 • ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારનાં રાજમાં લોન માટે લાખો લોકો લાઈનો કેમ?: મનિષ દોશી
 • ગેરેન્ટર વિના લોનની વાત કરતી સરકાર 2 ગેરેન્ટર માગે છેઃ કોંગ્રેસ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 07:02 AM IST

અમદાવાદ. વ્યાવસાયિકો, નાના વેપારીઓને રૂ. એક લાખની લોન આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી કરી ત્યારે કોઇ ગેરેન્ટર નહીં અને સરળ પ્રક્રિયા હશે તેવી જાહેરાત કરી હતી તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે સરકારની જાહેરાતને પોકળ કહેતા કહ્યું હતું કે, સરળ પ્રક્રિયા અ્ને ગેરેન્ટર નહીંની વાતો કરતી ગુજરાત સરકારે આઠથી દસ કાગળ અને બે પાક્કા જામીન એટલે કે ગેરેન્ટર માગ્યા છે. સરકારની આવી બે મોઢાની વાત ગરીબ-મધ્યમ વર્ગના પરિવાર માટે છેતરપિંડીનું વધુ એક ઉદાહરણ છે. 
નેતાઓને આત્મનિર્ભર કરવાની યોજનાઃ કોંગ્રેસ
કોરોનાનું સંક્રમણ ટાળવા માટે એક સ્થળે પર વધારે વ્યકિતો એકઠા ન થાય તેની તકેદારી રાખવી જોઇએ પણ સરકારે લોન માટે લાખો લોકોને લાઇનમાં ઉભા રાખીને કોરોનાના સંક્રમણને સામેથી આમંત્રણ આપ્યું છે. ડિજીટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર માટે લાખો લોકો લાઇનમાં કેમ? તેવો પ્રશ્ન તેમણે ઉપસ્થિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બે મહિનાના લોકાડાઉન પછી આર્થિક મદદની જરૂરિયાત અત્યારે હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર ત્રણ મહિના લોન આપવાની પ્રક્રિયામાં કેમ પસાર કરવા માગે છે. આર્થિક જરૂરિયાતવાળો માણસ વ્યાજખોરોના ભરડામાં ફસાઇ જશે તેવો ભય તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, આત્મનિર્ભર ગુજરાત યોજના સામાન્ય નાગરિકોને આત્મનિર્ભર કરવા માટે નહીં, પણ ભાજપના કાર્યકરો, નેતાઓને આત્મનિર્ભર કરવાની વધુ એક યોજના છે. 
​ગુજરાત રાજ્ય સરકાર આ લોન માટે શા માટે બાંયધરી ના આપી શકે?
મનિષ દોશીએ વધુમાં જણાવ્યું કે, ​​ગુજરાત રાજ્ય સરકાર આ લોન માટે શા માટે બાંયધરી ના આપી શકે? આ તો સાવ નાનો કામધંધો કરનારને લોન આપવાની છે ત્યારે શા માટે રાજ્ય સરકાર તેની જવાબદારી લેતી નથી? આ લોન જેને મળશે તેને પણ નવેમ્બર મહિનામાં મળશે. પણ ત્યાં સુધી આ રોજેરોજનું કમીને ખાનારાનું શું? અત્યારે કોરોના મહામારીના સંદર્ભમાં ગરીબ લોકોને તત્કાલ લોનની જરૂર નથી પણ જીવનનિર્વાહ માટે રોકડ રકમની જરૂર છે અને તે ગુજરાત સરકાર આપી રહી નથી. શું આ નાણા કામધંધા ધરાવતા લોકોને હવે 31 મે પછી ધંધા શરૂ કરવાના નથી? જો કરવાના છે તો, શા માટે લોન નવેમ્બર મહિનામાં આપવામાં આવશે તે પણ સમજાતું નથી. શું તેમને જુન મહિનામાં કાર્યગત મૂડી તરીકે નાણાની જરૂર નહિ પડે? જો સરકાર અત્યારે તેમને રોકડ સહાય નહિ કરે તો તેઓ ખાનગી શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવા માટે મજબૂર બનશે એમ પણ કોઈ શંકાને સ્થાન નથી. વ્યાજખોરોના ચકકરમાં ફસાઈને તેઓ છેવટે આત્મહત્યા કરવા પ્રેરાય તેવી સંભાવના પણ વધી જાય છે. તેમને જીવન નિર્વાહ અને વ્યવસાય માટે અત્યારે જ રોકડ રકમની જરૂર છે ત્યારે ત્રણ મહિના પછી લોન આપવાનો શો મતલબ છે? કોંગ્રેસે ઉઠાવેલા સવાલો

 • ડીજીટલ ઇન્ડિયાની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારનાં રાજમાં લોન માટે લાખો લોકો લાઈનો કેમ?
 • શું કોરોના મહામારીમાં માત્ર દસ લાખ લોકો જ ધંધા રોજગારથી વંચિત થયા છે? બાકીના નાગરિકોને કેમ રાહત નહિ?
 • કઈ સહકારી બેંક કે ક્રેડિટ સોસાયટી કેટલા લોકોને લોન આપશે એની કોઈ માર્ગદર્શિકા કેમ નહિ?
 • માપદંડ સહકારી બેંક કે ક્રેડિટ સોસાયટી કેમ નક્કી કરે? શું સરકાર માપદંડો નક્કી કરવામાં અસમર્થ છે ?
 • ઓગસ્ટના અંત સુધીમાં તો અરજીઓ મોકલવાની છે હવે અરજીઓનું વેરિફિકેશન/ ચકાસણી ક્યારે થશે અને ક્યારે લોન મળશે?
 • સરકાર દ્વારા કેમ સહકારી બેંક કે ક્રેડિટ સોસાયટી લીસ્ટ જાહેર કરવામાં ન આવ્યું? નાના માણસોને આજની તારીખે તાત્કાલિક આર્થીક મદદ માટે વ્યાજખોરના ચક્કરમાં ફસાઈ આત્મહત્યા કરવા મજબુર થાય તો એ માટે જવાબદાર કોણ?
 • ગુડ ગવર્નન્સની ગુલબાંગો ફૂંકતા ગુજરાત પાસે તાત્કાલિક લોન કેવી રીતે આપી શકાય તે ચકાસવાની પણ ક્ષમતા કેમ નથી?
 • તિજોરી માત્ર ઉદ્યોગપતિઓ માટે કેમ ખુલ્લી મુકાય છે?
 • કોઈ ઉદ્યોગપતિ લાઈનમાં ઉભો રહી લોન નથી મેળવતો તો પછી ગુજરાતના નાગરિકએ કેમ લાઈનમાં ઉભા રાખ્યા?

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી