તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હંગામો:‘મારી છોકરી સાથે કેમ સંબંધ રાખે છે?’ કહી યુવકને માર્યો, નિકોલ પોલીસમાં ચાર લોકો સામે ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકની બહેન વચ્ચે પડતાં તેને પણ ઇજા થઈ

નિકોલમાં આવેલા પુરુષોત્તમનગરમાં રહેતા 23 વર્ષીય યુવકને, ‘તું મારી છોકરી સાથે કેમ સંબંધ રાખે છે’ તેવું કહી પાઇપો મારનારી મહિલા સહિત ચાર વિરુદ્ધ નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. નિકોલ વિસ્તારમાં યુવતી સાથે સંબંધ રાખવાના મુદ્દે મહિલા સહિત ચાર લોકોએ યુવક પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

એસી રિપેરિંગનું કામ કરતા 23 વર્ષીય રણજિતસિંહ સિંધવની ફરિયાદ મુજબ, તે પોતાના ઘરે સૂતો હતો ત્યારે વહેલી સવારે પાડોશી હિતેશ સોલંકીએ જયેશ વાળંદ, પરેશ વાળંદ અને છાયા સોલંકી સાથે આવીને કહ્યું હતું કે, ‘તું મારી છોકરી સાથે કેમ સંબંધ રાખે છે.’ આટલું કહેતા બંને પક્ષે બોલાચાલી થઈ હતી. મહિલા સહિત ચાર લોકોએ યુવતી સાથે સંબંધ રાખવા બાબતે ગાળાગાળી કરી હતી અને બધાંએ ભેગા મળી પગમાં પાઇપો મારી મૂઢ માર માર્યો હતો.

ઝઘડા દરમિયાન રણજિતસિંહે બૂમાબૂમ કરતાં તેની બહેન ફાલ્ગુનીએ આવી વચ્ચે પડતાં તેને પણ ધક્કો મારતાં તે નીચે પટકાઈ જતાં તેને ઇજાઓ પહોંચી હતી. ભારે હોબાળો મચતાં સ્થાનિકો ભેગા થઈ ઇજાગ્રસ્ત રણજિતસિંહને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...