આક્ષેપ:સરકાર ચૂંટણી વખતે જ ઇમ્પેક્ટ ફીનો કાયદો કેમ લાવે છે?: કોંગ્રેસ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મ્યુનિ. બોર્ડની બેઠકમાં કોંગ્રેસના નેતાએ ઉઠાવેલો પ્રશ્ન

ઇમ્પેક્ટ ફીના મામલે મ્યુનિ. બોર્ડમાં વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે, આવો કાયદો ચૂંટણી વખતે જ આવે છે. 2012ના ઇમ્પેક્ટ ફી કાયદાને ટાંકી તેમણે કહ્યું તે વખતે 1.16 લાખ અરજી નામંજૂર જ્યારે 1.26 લાખ મંજૂર થઈ હતી. 2012માં મ્યુનિ.ની એફિડેવિટ પ્રમાણે શહેરમાં 5 લાખ ગેરકાયદે બિલ્ડિંગ હતી. અત્યારે તેના કરતાં ઘણી મોટી સંખ્યામાં આવી મિલકતો હશે. જેમણે પૈસા ખર્ચી મિલકત નિયમિત કરાવી તેમણે વેઠવાનો વારો આવ્યો છે.

મુદત પત્યા પછી પાછલે બારણે અરજી ન સ્વીકારાવી જોઈએ
કોંગ્રેસે એવું સૂચન કર્યું હતું કે, 2012માં કટ ઓફ ડેટ બાદ પણ કેટલાક કર્મચારીએ પાછલી તારીખમાં નોટિસો સ્વીકારીને ઇમ્પેક્ટ ફી લઇને કેટલાક બિલ્ડરોને લાભ આપ્યો હતો. આ વખતે આવું ન થાય તેની કાળજી લેવી.

2012માં 1.26 લાખ અરજી સ્વીકારાઈ​​​​​​

ઝોનઅરજીસ્વીકારાઇ
નવા પશ્ચિમ3348823452
પશ્ચિમ215837994
પૂર્વ8011337674
દક્ષિણ5163828369
ઉત્તર5101026122
મધ્ય52732726
કુલ243105126336
અન્ય સમાચારો પણ છે...