હાલ માસ્ક એજ વેક્સિન છે:પ્રજ્ઞાચક્ષુ છતાં એમને જે દેખાય છે તે અન્ય લોકોને આંખો હોવા છતાં કેમ દેખાતું નથી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે ભદ્ર બજારમાં એક પ્રજ્ઞાચક્ષુ દંપતીએ માસ્ક પહેરીને તેમની દીર્ઘદૃષ્ટિ બતાવી હતી. - Divya Bhaskar
મંગળવારે ભદ્ર બજારમાં એક પ્રજ્ઞાચક્ષુ દંપતીએ માસ્ક પહેરીને તેમની દીર્ઘદૃષ્ટિ બતાવી હતી.

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઈરસના ચેપના કેસ સતત વધી રહ્યા છે. કોર્પોરેશન આંકડા છુપાવવાની રમતમાં વ્યસ્ત હોવાથી ઓછા આંકડા જોઈ લોકો એમ માની બેઠા છે કે, કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. આ વાઈરસની કોઈ રસી હજુ સુધી શોધાઈ નથી. અત્યારે તો માસ્ક પહેરવું એ જ શ્રેષ્ઠ વેક્સિન છે. આમ છતાં લોકો બેદરકારી દાખવી પોતાની જાતને અને પરિવારને પણ જોખમમાં મૂકે છે.

મંગળવારે ભદ્ર બજારમાં એક પ્રજ્ઞાચક્ષુ દંપતીએ માસ્ક પહેરીને તેમની દીર્ઘદૃષ્ટિ બતાવી હતી. પરંતુ માસ્ક પહેર્યા વગર ટોળે વળતાં લોકોને આંખો હોવા છતાં સાચી દૃષ્ટિ નથી. વાઈરસને દૂર રાખવા માસ્ક ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સિવાય આપણી પાસે હાલ તો અન્ય કોઈ વિકલ્પ નથી.

અન્ય સમાચારો પણ છે...