તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:તું મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે કહીને યુવાનને ચાર શખ્સ ઉઠાવી ગયા, નગ્ન કરીને ગુપ્તભાગે માર મારીને વીડિયો ઉતાર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
  • યુવાનને પરિચરમાં આવેલી યુવતી સાથે વાતચિત દરમિયાન પ્રેમ થઈ ગયો હતો

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા એક યુવકને યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ બાબતને ધ્યાને રાખીને ચાર શખ્સો તેને રાત્રે ઉઠાવી ગયા હતાં. આ શખ્સોએ યુવકને કારની ડીકીમાં નાંખી નગ્ન કર્યો હતો અને માર મારીને તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ ઘટનાને લઈને ભોગ બનનાર યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ચાર શખ્સોએ રિતેશને ખેંચીને કારમાં બેસાડી દીધો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા રિતેશ પટેલ નામના યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પરિચયમાં આવેલી એક યુવતી સાથે તે અવાર નવાર વાત કરતો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. તેઓ રોજ એક બીજા સાથે વાતો કરતા હતા. રિતેશ એસ જી હાઇવે પર આવેલા યાર કા ધાબા પાસે ઉભો હતો ત્યારે સફેદ કલરની વરના કાર ત્યાં આવી અને તેમાંથી ચાર મજબૂત બાંધાના યુવકો ઉતર્યા જેની સાથે એક બીજો યુવક હતો જેણે રિતેશને ધમકી આપી કે કેમ મારી ફ્રેન્ડ સાથે વાત કરે છે. એમ કહીને રિતેશને ખેંચીને કારમાં બેસાડી દીધો હતો.

નગ્ન કરીને તેના ગુપ્તાંગ પર માર માર્યો
રીતેશને કારમાં બેસાડીને લાફા માર્યા બાદ કોઈ અજાણી અવાવરુ જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સુધી તેને કારની ડેકીમાં પુરી દીધો હતો. આ ચાર શખ્સોએ રીતેશને નગ્ન કરીને તેના ગુપ્તાંગ પર માર માર્યો હતો. બાદમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ બનાવ બાદ રીતેશને ત્યાં મુકીને બધા આરોપીઓ ત્યાંથી ભાગી ગયાં હતાં. આખરે રીતેશ કોઈની મદદથી તેના ભાઈને બોલાવી જેમ તેમ ઘરે પહોંચ્યો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો