તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:‘તું બેઠો બેઠો અમારા ઘરની સામે કેમ જુએ છે?’ કહીને યુવકે બહેનના પૂર્વ પ્રેમીને ચપ્પુ માર્યું

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પૂર્વ પ્રેમી મિત્રો સાથે બેસીને ગપાટા મારતો હતો
  • આરોપી અવારનવાર તેની સાથે ઝઘડા કરતો હતો, ભાનમાં આવ્યા બાદ પૂર્વ પ્રેમીએ ફરિયાદ નોંધાવી

તું અહીં બેઠો બેઠો અમારા ઘરની સામે કેમ જુએ છે? તેમ કહીને બહેનના પૂર્વ પ્રેમીને ભાઈએ પેટમાં ચપ્પાનો ઘા મારી દીધો હતો. આ ઘટના સમયે યુવકના મિત્રો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

વાસણા રાવળવાસમાં રહેતો સુનિલ ગૌતમભાઈ ધુરી(મરાઠી)(26) બેડશીટ ફોલ્ડિંગનું કામ કરે છે. સુનિલના પિતાનું બીમારીના કારણે 4 માસ પહેલાં જ અવસાન થયું હતું. જ્યારે તેની માતા લતાબેનને ડાબા ભાગમાં પેરાલિસીસ થયેલો છે. તા.30 ઓગસ્ટે સાંજે સુનિલ વાસ પાસે આવેલા દશામાના મંદિરના ઓટલા પર મિત્રો સાથે બેસીને ગપ્પા મારી રહ્યો હતો, ત્યારે બાજુમાં રહેતા સૂરજ રાજુભાઈ રાવળે ત્યાં આવીને સુનિલને તું બેઠો બેઠો અમારા ઘરની સામે કેમ જુએ છે? તેમ કહીને સુનિલને ગાળો બોલીને ચપ્પા વડે પેટની ડાબી બાજુ ઘા મારી દીધો હતો. જો કે આ સમયે ત્યાં હાજર સુનિલના મિત્રો તેને 108માં હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યારે સૂરજ ત્યાંથી ભાગી ગયો હતો. હોસ્પિટલમાં ઓપરેશન બાદ ભાનમાં આવેલા સુનિલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સૂરજ વિરુધ્ધ ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ આદરી છે.

સુનિલે ફરિયાદમાં લખાવ્યું હતું કે, 2 વર્ષ પહેલા સૂરજની બહેન સાથે તેને પ્રેમ સંબંધ હતો. જેના કારણે સૂરજ સુનિલ સાથે અવારનવાર ઝઘડા કરતો હતો, બે દિવસ પહેલાં પણ બંને વચ્ચે આ બાબતે ઝગડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...