પરિણીતાને ત્રાસ:તું પિરિયડમાં કેમ આવી મારે આભડછેટ થાય છે કહી સાસુએ પરિણીતાને વાળ પકડી ઘરમાંથી કાઢી મૂકી, ફરિયાદ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શાહપુરમાં પ્રેમલગ્ન કરીને ગયેલી પરિણીતા પર પતિ અને સાસુ સહિતના સાસરિયાનો ત્રાસ
  • પરિણીતાએ ઘરે આવતાજતાં યુવક સાથે આંખ મળી જતાં પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા

શાહપુર વિસ્તારમાં પ્રેમલગ્ન કરીને આવેલી યુવતીને સાસુ અને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપતા તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તેની સાસુ જેમ ફાવે તેમ તેને બોલતી અને કહેતી કે, તું પિરિયડમાં કેમ આવી મારે આભડછેટ થાય છે. તને ખબર નથી મને 24 કલાક માતાજીની હાજરી હોય છે. આવું કહી મહિલાના વાળ પકડી ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

એક લાખ છૂટાછેડામાં મળ્યા તે આપવા માગ
શાહપુર વિસ્તારમાં છ માસથી પિયરમાં બાળકો સાથે રહેતી 28 વર્ષીય યુવતીના પહેલા એક લગ્ન થયા હતા. ત્યારે લગ્નજીવન દરમિયાન એક યુવક તેના ઘરે આવતો જતો હોવાથી બંનેની આંખ મળી અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ બાબત યુવતીના પતિને ગમતી નહીં અને બાદમાં યુવતીએ પહેલા પતિથી છૂટાછેડા લઈ આ યુવક સાથે લગ્ન કર્યા હતા. બીજા લગ્નના દસ જ દિવસમાં પતિ, જેઠ, સાસુ સહિતના લોકોએ નાની-નાની વાતોમાં યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીની સાસુએ છૂટાછેડામાં જે એક લાખ રૂપિયા આવ્યા છે તે આપી દે નહીં, તો ઘરમાં નહીં રહેવા દઈએ તેવી ધમકી આપતા યુવતીએ રૂપિયા સાસુને આપ્યા હતા.

પિયરમાંથી વસ્તુઓ લાવવા માગ
યુવતી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તેની સાસુ જેમ ફાવે તેમ તેને બોલતી અને કહેતી કે, તું પિરિયડ માં કેમ આવી મારે આભડછેટ થાય છે તને ખબર નથી. મને 24 કલાક માતાજીની હાજરી હોય છે. આવું કહી મહિલાના વાળ પકડી ઘરમાંથી કાઢી મુકતા યુવતી તેના પિયર આવી ગઈ હતી. યુવતીને ગર્ભ રહ્યા બાદ સાતમો મહિનો જતો હતો ત્યારે તેને પિયરમાં ચાર દિવસ રોકાઈ પરત આવવા સાસરિયાઓએ જણાવ્યું અને યુવતી પરત આવવાની હતી. ત્યારે તેના પતિએ પિયરમાંથી ચીજવસ્તુઓ લઈ આવવા જણાવ્યું હતું. બાદમાં ડિલિવરી બાદ રોકડા આજે ચીજવસ્તુઓ લઈ આવવા કહી ત્રાસ આપ્યો હતો.

બાળકનું મોઢું જોવા પણ ન આવ્યા
યુવતીને ડિલિવરી નો સમય આવતા તે દવાખાને ગઈ ત્યારે ડોક્ટરે જણાવ્યું કે પાણી ઓછું હોવાથી બાળક કોરું પડી જતા સિઝર કરવું પડશે. જેથી આ વાત પતિ અને સાસુને કહેતા સાસુએ યુવતીને કહ્યું કે હમણાં સિઝર ન કરાવતી મૂહુર્ત સારું નથી. યુવતીએ જણાવ્યું કે ડોક્ટર આવ્યા છે અને ઓપરેશન માટે લઈ જાય છે. બાદમાં યુવતીએ બાળકને જન્મ આપ્યો ત્યારે પણ યુવતીનું કે બાળકનું મોઢું જોવા સાસુ કે પતિ ગયા નહોતા અને તમામ ખર્ચ પણ યુવતીના પિયરજનોએ આપ્યો હતો. આવી સમગ્ર બાબતોથી કંટાળીને આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...