હાઈકોર્ટના GPCBને આદેશ:અમદાવાદમાં ચાલતા ગેરકાયદે ઈમારતો સુધી પહોંચતા અધિકારી કતલખાનાની તપાસ કેમ નથી કરતા?

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હાઈકોર્ટના GPCBને આદેશ, રાજ્યના તમામ ગેરકાયદે કતલખાનાનો રિપોર્ટ આપો
  • દુકાનોમાં ગેરકાયદે કતલખાના ચલાવવા સરકારે મંજૂરી કેવી રીતે આપી?

શહેરમાં ચાલતા ગેરકાયદે કતલખાના બંધ કરાવવા હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. અરજીમાં રજૂઆત કરાઈ હતી કે શહેરમાં લાઈસન્સ વગર ગેરકાયદે કતલખાના ચાલી રહ્યા છે તે બંધ કરાવવા જોઇએ. દુકાનોમાં પણ કતલખાના ચાલી રહ્યા છે. સરકારે બનાવેલી કમિટી પણ કોઇ કાર્યવાહી કરતી નથી.

ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સરકારને ટકોર કરી કે, ગેરકાયદે ઇમારતો બને તો અધિકારી તરત ત્યાં પહોચે છે પરતું ગેરકાયદે કતલખાનાની તપાસ કેમ કરતા નથી? ખંડપીઠે જીપીસીબીને મંજૂરી કે લાઈસન્સ વિના ચાલતા તમામ કતલખાનાની સંખ્યા અને વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે. કેસની સુનાવણી 19 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

અરજદાર વતી એડવોકેટ અસિમ પંડયાએ રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 8 કતલખાનાને મંજૂરી આપી છે. તેમ છતાં અનેક ગેરકાયદે કતલખાના ચાલે છે.કતલખાના ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ વિભાગ રાજ્યમાં 300થી વધુ કતલખાના ચાલે છે. ખંડપીઠે સરકારને સવાલ કર્યો હતો કે દુકાનોમાં કતલખાના ચલાવવા સરકારે મંજુરી કેવી રીતે આપી છે?

સરકારે બનાવેલી કમિટી પણ કાર્યવાહી કરતી નથી
ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, ગેરકાયદે બિલ્ડિંગ બને તો કોર્પોરેશનના અધિકારી તરત ત્યાં પહોચી જાય છે પણ ગેરકાયદે કતલખાનાની તપાસ કેમ કરતા નથી? કતલખાના ચલાવતા પહેલા કાયદા મુજબ મંજૂરી લેવાની હોય છે. હાલ ચાલતા અનેક કતલખાનાએ તેની મંજૂરી મેળવી નથી તેમ છતાં કમિટી તેમની સામે કોઇ પગલાં લેતી નથી.

અન્ય સમાચારો પણ છે...