તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:કન્ટેઈનમેન્ટ ઝોનના હોલસેલ માર્કેટ બંધ રહેશે, સવારે 8થી બપોરે 1 સુધી શાકભાજી તથા કરીયાણું ખરીદી અને અનાજ દળાવી શકાશે

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 મેથી લોકોને છૂટછાટ આપવા મામલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
 • મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની સાથે જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યાં

શહેરમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 મેથી લોકોને છૂટછાટ આપવામાં આવશે. તે મુજબ રેડ ઝોનમાં હોલસેલ માર્કેટ ખૂલશે નહીં. તેમજ સવારે 8 વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી શાકભાજી ખરીદી શકાશે અને અનાજની ઘંટી ખૂલી રહેશે. આપેલી છૂટછાટની વ્યવસ્થાના આયોજન માટે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની સાથે જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં શુ ચાલુ કરવું?, કેટલા સમય માટે અને કેવી રીતે વેચાણ કરી શકશે? તેના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.
શરતી છૂટછાટો 11 પોઈન્ટમાં
1) 10 વોર્ડના કન્ટેઈનમેન્ટ ઝોનમાં હોમ ડિલિવરી, કાલુપુર, જમાલપુર , ઢાલગરવાડ અને માણેકચોકના શાકભાજીના ફળફળાદિના હોલસેલ માર્કેટ કે બજાર ખોલી શકાશે નહીં.
2) કરીયાણાની રિટેલ દુકાન, શાકભાજી-ફળ અને અનાજની ઘંટી સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે
3) છુટછાટ અપાયેલી ચીજવસ્તુઓ જ વેચી શકાશે
4) વેપારીઓને કન્ટેઈનમેન્ટ ઝોનમાં આ સમયગાળા દરમિયાન જ પ્રવેશ આપવામાં આવશે માટે તે સમયે જ વેપારીઓએ જોઈતી વસ્તુઓ હોલસેલ માલમાં લઇ લેવાની રહેશે
5) નિશ્ચિત સમયગાળા દરમિયાન જ વેપાર કરી શકાશે
6) આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો-માલિકો તેમજ કામદારોની આરોગ્ય ચકસાણી કરાવી હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ મેળવવા પડશે અને વેપારના સમયે પોતાની પાસે ફરજીયાત રાખવા પડશે. આ કાર્ડ દર 7 દિવસે રિન્યૂ કરાવવા પડશે
7) વેચાણ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજીયાત પાલન કરવું પડશે.
8) રોકડથી પણ વ્યવહાર થઈ શકશે, પરંતુ રોકડ સ્વીકારવા માટે અલગથી ટ્રે રાખવી પડશે. તેવી જ રીતે રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે.
9) દુકાનમાં કામ કરતા તમામ(માલિક તેમજ કામદારો) તથા ફેરિયાઓએ હેન્ડ ગ્લવ્ઝ, સેનેટાઈઝર, કેપ, માસ્ક વેગેરે સતત પહેરી રાખવા પડશે.
10) ગ્રાહકો તેમજ પોતોના વપરાશ માટે હેન્ડ સેનેટાઈઝર ઉપબલ્ધ કરાવવા પડશે.
11)-દુકાનમાં રોકડ સ્વીકાર અને ચીજ વસ્તુની આપ-લે કરતી વખતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો