કોરોનાવાઈરસ:અમે દવાખાના ખોલીએ પણ ચેપ લાગે તો જવાબદારી કોની: ડોક્ટર્સ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • IMAએ આરોગ્ય વિભાગના અગ્ર સચિવને પત્ર લખી શરતો મૂકી
  • વાજબી દરે પર્સનલ પ્રોટેક્શન કિટ તેમજ વીમા કવચ સહિતની માગણીઓ મૂકી

અમદાવાદ: રાજ્ય સરકાર ખાનગી ડોક્ટરોને ક્લિનિક ચાલુ રાખવા જણાવી રહી છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ સહિતની વસ્તુઓ વાજબી દરે પૂરી પાડવા તેમજ વીમા કવચ સહિતની છ માગણી સાથેનો પત્ર રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિને લખ્યો છે. 
શહેરમાં 8 હજારથી વધુ અને રાજ્યમાં અંદાજે 28 હજાર પ્રાઇવેટ પ્રેક્ટિશનર છે. પરંતુ, હાલ કોરોનાને લીધે લોકડાઉનની સ્થિતિમાં માસ્કથી લઇને પર્સનલ પ્રોટેકશન ઇક્વિપમેન્ટ મળતાં ન હોવાથી એકથી બીજી વ્યકિતમાં ચેપ ન પ્રસરે તે માટે ક્લિનિક બંધ રાખીને ડોક્ટરો ફોન પર સલાહ આપી રહ્યા છે. 
આઈએમએના માનદ સેક્રેટરી ડો. કમલેશ સૈની જણાવે છે કે, અમે ક્લિનિક ચાલુ કરવા તૈયાર છીએ પણ રાજ્ય સરકાર અમારી છ માંગણી સ્વીકારે તે જરૂરી છે. 
પ્રાઇવેટ ક્લિનિકની ઓપીડીમાં એક સાથે અનેક દર્દી સારવાર માટે આવે છે. કોરોનાના શંકાસ્પદ વ્યક્તિથી અન્ય દર્દી કે ડોકટરને લોકલ ટ્રાન્સમિશનનું જાેખમ છે.
N-95 માસ્ક, સર્જિકલ માસ્ક પૂરા પાડો
1. દર્દીની સારવાર માટે N-95 માસ્ક, સર્જિકલ માસ્ક, પર્સનલ પ્રોટેકશન ઈક્વિપમેન્ટની કીટ વાજબી દરે પૂરી પાડવામાં આવે. 
2. સ્થિતિમાં ક્લિનિકમાં આવતાં જતાં ડોકટર્સ-સ્ટાફને કર્ફયુ પાસ આપો.
3. ડોકટર, નર્સ અને સ્ટાફ જે સોસાયટી અને ફલેટમાં રહે છે ત્યાંના રહીશો પોતાને ચેપ લાગશે તેમ કહીને ઘર ખાલવી કરવા ઝઘડો કરે છે તે રોકો.
4. સરકારી-પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતાં ડોકટર્સ અને સ્ટાફને ચેપ લાગવાનું સરખું જોખમ છે, જેથી સરકારી ડોકટર્સની જેમ અમને વીમા કવચ અપાય.
5. દર્દીનું મૃત્યુ થાય અને સગાં ક્લિનિકમાં હુમલો કરી ડોકટર, સ્ટાફ અને હોસ્પિટલનાં સાધનોને નુકસાન કરે તો વળતર અને પોલીસ પ્રોટેકશન મળે.
6. શરદી-ખાંસીની ફરિયાદ સાથે આવેલાં દર્દીના રિપોર્ટ બાદ દર્દી કોરોના પોઝિટિવ જણાય અને આ દર્દી દ્વારા ચેપ ફેલાય તો તેની જબાબદારી કોની?

અન્ય સમાચારો પણ છે...