ભારે કશ્મકશ બાદ આખરે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે. આ વખતે તદ્દન નવા ચહેરા સાથેના મંત્રીમંડળ પાસે તરવરાટપૂર્ણ કામગીરીની રાજ્યની પ્રજાને અપેક્ષા છે. તો આવો, જાણીએ આપણા નવા મંત્રી મહોદય કયા મતક્ષેત્રમાંથી આવે છે, તેમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તેમની ઉંમર કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.
ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની વિશેષતાઓ
- કેબિનેટમાં જ્ઞાતિનું સમીકરણઃ 7 પાટીદાર, 7 ઓબીસી, 5 આદિવાસી, 2 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ તથા 1 દલિત અને 1 જૈન સામેલ.
- ઝોનવાર મંત્રીઓઃ દક્ષિણ ગુજરાત- 8, મધ્ય ગુજરાત- 7, સૌરાષ્ટ્ર-કચ્છ - 7 અને ઉત્તર ગુજરાત- 3
- સ્પીકર ફાવ્યાઃ પૂર્વ વિધાનસભા સ્પીકર અને વડોદરાના સિનિયર નેતા રાજેન્દ્ર ત્રિવેદીનું કેબિનેટમાં નંબર 2નું સ્થાન
- સુશિક્ષિત કેબિનેટઃ 10 કેબિનેટ મંત્રીમાંથી 4 એલએલબી અને 3 ધો.10 પાસ, 2 કોમર્સ ગ્રેજ્યુએટ અને 1 ડિપ્લોમા સિવિલ એન્જિનિયર
- મહિલાશક્તિઃ નવી કેબિનેટમાં પણ નારી સશક્તીકરણની વાતો વચ્ચે માત્ર 2 મહિલાને સ્થાન, રૂપાણી કેબિનેટમાં હતી 1 મહિલા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.