અમદાવાદમાં ડોક્ટરના ઘરમાં લૂંટ:કિડની સ્પેશિયાલિસ્ટના પુત્રના પગ સેલોટેપ-હાથ ચાર્જરના વાયરથી બાંધી લૂંટારો સોનાના દાગીના ચોરી ગયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લૂંટારો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો - Divya Bhaskar
લૂંટારો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો
  • હેલ્મેટ પહેરી આવેલા શખ્સે ઘરમાં ઘૂસી કામવાળીને બાથરૂમમાં પૂરી દીધી

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સોમવિલા બંગ્લોઝમાં આવેલા કિડની સ્પેશિયાલિસ્ટ ડો.પ્રકાશ દરજીના ઘરમાં ભરબપોરે લૂંટનો બનાવ બન્યો છે. બાઇક પર આવેલા અજાણ્યાં વ્યક્તિએ છરીની અણીએ ઘરમાં ઘૂસી કામવાળીને બાથરૂમમાં પૂરી દીધી હતી. જ્યારે ડોક્ટરના પુત્રને રૂમમાં સેલોટેપ વડે પગ બાંધી અને હાથ ચાર્જરના વાયરથી બાંધી સોનાની લકી અને વીંટી સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. સોલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.

કામવાળીને બાથરૂમમાં પૂરી દીધી હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, થલતેજ ઝાયડ્સ હોસ્પિટલ પાછળ આવેલા સોમવિલા બંગ્લોઝમાં ડોક્ટર પ્રકાશ દરજી તેમના પરિવાર સાથે રહે છે. આજે બપોરે પ્રકાશભાઈનો પુત્ર ભવ્ય અને કામવાળી ઘરે હતી દરમિયાનમાં બાઇક પર એક અજાણ્યો શખ્સ હેલ્મેટ પહેરી આવ્યો હતો. ઘરમાં બેલ મારી છરી બતાવી પહેલા કામવાળીને બાથરૂમમાં પૂરી દીધી હતી. બાદમાં ભવ્યને છરી બતાવી અને ઉપરના માળે રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેના પગ સેલોટેપથી બાંધ્યા હતા અને હાથ ચાર્જરથી બાંધ્યા હતા. સોનાની લકી અને વીંટી સહિતની વસ્તુઓ લૂંટી નાસી ગયો હતો. બાદમાં જેમતેમ કરી છૂટી પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...