ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ વર્ષ 1977થી દર વર્ષે 18 મેના રોજ વર્લ્ડ મ્યુઝિયમ ડે સેલિબ્રેટ કરે છે. જે અંતર્ગત આ વર્ષે મ્યુઝિયમ ડેની થીમ ધ પાવર ઓફ મ્યુઝિયમ રાખવામાં આવી છે. પણ મ્યુઝિયમના મુલાકાતીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એક સમયે મ્યુઝિયમને સાંસ્કૃતિક વિનિમય, સંસ્કૃતિના સંવર્ધન અને શાંતિના વિકારનું માધ્યમ ગણવામાં આવતું હતું. પણ હાલના સમયમાં અમુક લોકોનો વિવિધ યુનિક અને હિસ્ટોરિકલ કલેક્શનનો શોખ મ્યુઝિયમની પરંપરાને જીવંત રાખી રહ્યો છે. અમદાવાદમાં હાલ 8 સરકારી અને 19 જેટલા પ્રાઈવેટ મ્યુઝિયમ જોવા મળે છે. જેમાંથી સરકારી મ્યુઝિયમને મુલાકાતીઓ મળતા નથી.
અમદાવાદમાં હાલ ગાંધી આશ્રમનાં સાબરમતી આશ્રમ મ્યુઝિયમને સૌથી વધારે મુલાકાતીઓ જોવા મળે છે. જેમાં મુલાકાતીઓની સંખ્યા સામાન્ય દિવસોમાં 1000થી 1500 હોય છે જ્યારે કોઈ સ્પેશિયલ દિવસોમાં તે સંખ્યા વધીને 7થી 8 હજાર સુધી પણ પહોંચી જાય છે. તે ઉપરાંત કેલિકો મ્યુઝિયમના મુલાકાતીઓની સંખ્યા પણ વધારે છે, કોરોના બાદથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ફક્ત 25 લોકોને તેની મુલાકાત આપવામાં આવે છે. જેમાં અઢી કલાકની ટેક્સ્ટાઈલના ઈતિહાસની ટૂર કરવા મળે છે. જ્યારે કઠવાડા સ્થિત ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમની એન્ટ્રી ફી હોવા છતાં પણ ત્યાં સામાન્ય દિવસોમાં પણ 500થી વધુ મુલાકાતીઓ જોવા મળે છે.
પ્રાઈવેટ અને સરકારી મ્યુઝિયમનું મોનિટરિંગ ભારત સરકાર કરે છે
મ્યુઝિયમને સપોર્ટ કરવા માટે ગવર્નમેન્ટ 9 કરોડ સુધીની સહાય આપે છે. જેમાં ઓછામાં ઓછું 3 વર્ષ તે મ્યુઝિયમ ચાલ્યું હોવુ જોઈએ તેમજ મ્યુઝિયમમાં મુકવામાં આવેલ વસ્તુઓ પ્રમાણિત હોવી જોઈએ. જેનું મોનિટરિંગ ભારત સરકાર કરે છે.
અમદાવાદના મ્યુઝિયમ તેના શહેરીજનોમાં જ પ્રખ્યાત નથી
અમદાવાદના મ્યુઝિયમ તેના શહેરીજનોમાં પણ પ્રખ્યાત નથી. અંદાજે ૨6 જેટલા મ્યુઝિયમ છે પણ ત્રણ કે ચારને બાદ કરતાં બાકીના મ્યુઝિયમ શહેરમાં જાણીતા નથી. તેનું કારણ આપણી શહેરીજનોની જ મ્યુઝિયમ જોવા પ્રત્યેની ઓછી ઇચ્છા છે. સ્કૂલ અને કોલેજ તરફથી મ્યુઝિયમ વિઝિટ તથા શહેરીજનો પોતાના ત્યાં આવતા મહેમાનો લઈને જાય તો મ્યુઝિયમ વિશે લોકો માહિતગાર થશે. > પરમ પંડ્યા, હેરિટેજ મેનેજમેન્ટ પ્રોફેશનલ
અમદાવાદના સરકારી મ્યુઝિયમ
મ્યુઝિયમનું નામ | સ્થળ |
સિટી મ્યુઝિયમ, પતંગ મ્યુઝિયમ, ફિલ્મ સંગ્રહાલય | સંસ્કાર કેન્દ્ર (પાલડી) |
સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ | શાહીબાગ |
નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ | કાંકરિયા |
વિક્રમ સારાભાઇ સ્પેસ એક્ઝિબિશન સેન્ટર | કાંકરિયા |
સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન | લાલ દરવાજા |
વસંત-રજબ બંધુત્વ સ્મારક | ગાયકવાડ હવેલી |
શહેરના મુખ્ય પ્રાઈવેટ મ્યુઝિયમ
મ્યુઝિયમનું નામ | સ્થળ |
સાબરમતી આશ્રમ મ્યુઝિયમ | ગાંધી આશ્રમ |
કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સ | શાહીબાગ |
ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ | કઠવાડા |
વિચાર મ્યુઝિયમ | વિશાલા |
લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ | નવરંગપુરા |
કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ | શાહીબાગ |
સરકારી મ્યુઝિયમની હાલની સ્થિતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.