તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવો કોન્ટ્રાક્ટ?:અમદાવાદમાં કોર્પોરેશનના રોડ હોય કે ડ્રેનેજ લાઈનનું કામ, મળશે ધ્રુવી બિલ્ડકોનને! વોટર સપ્લાય કમિટીના 12માંથી 7 કામ એક જ કોન્ટ્રાક્ટરના મુકાયા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર- રોડ કામગીરી - Divya Bhaskar
ફાઈલ તસવીર- રોડ કામગીરી
  • રૂ. 2.50 કરોડથી વધુની રકમના 7 કામ માટેના ટેન્ડર ધ્રુવી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડના મૂકવામાં આવ્યા
  • વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીની પહેલી મિટિંગ શુક્રવારે મળશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓની રચના બાદ શુક્રવારે વોટર સપ્લાય એન્ડ સુએઝ કમિટિની પહેલી મિટિંગ મળશે. વોટર સપ્લાય કમિટીની પહેલી જ મિટિંગ મળવાની છે ત્યારે મિટિંગના એજન્ડામાં કુલ 12 જેટલા કામો મુકવામાં આવ્યા છે. જેમાં રૂ. 2.50 કરોડથી વધુની રકમના 7 કામ શહેરની ધ્રુવી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડના મુકવામાં આવ્યા છે.

તમામ કામમાં કોન્ટ્રાક્ટર નક્કી હોવાની શંકા ઉપજે છે
સૌથી ઓછા ભાવના ટેન્ડર ધ્રુવી બિલ્ડકોનના ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ, બિલ્ડિંગ હોય કે ડ્રેનેજ, વોટર સપ્લાયના કામ માટે કોન્ટ્રાક્ટર નક્કી હોય એવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તેમ જણાય છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ધ્રુવી બિલ્ડકોને સૌથી ઓછા ભાવે 7 કામના ટેન્ડર મેળવ્યા
વોટર સપ્લાય એન્ડ સુએઝ કમિટિના ચેરમેન જતીન પટેલ અને ડેપ્યુટી ચેરમેન ભરત પટેલની આગેવાનીમાં શુક્રવારે પહેલી મિટિંગ મળવાની છે. જેમાં પશ્ચિમ ઝોનમાં આવતા રાણીપ, પાલડી, નવરંગપુરા વોર્ડમાં જુદી જુદી ચાલીઓ, ગામતળ વિસ્તારમાં નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન, ડ્રેનેજ લાઈનો નાખવાની અને ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોનમાં મેઈન ડ્રેનેજ ટ્રંક લાઈનને આકસ્મિક સંજોગોમાં મરમત કરવા, શિફ્ટ, ડાયવર્ટ અને અન્ય જોડાણ માટેના કામના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં દરેક કામમાં સૌથી ઓછા ભાવના ટેન્ડર ધ્રૂવી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડના ભરવામાં આવ્યા છે. ધ્રુવી બિલ્ડકોન દ્વારા અંદાજીત ભાવથી 17 ટકાથી 32 ટકા સુધીના ઓછા ભાવના ટેન્ડર ભરવામાં આવ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીની ઓનલાઈન બેઠક, 12 કામોને મંજૂરી આપી
13 મેએ 1 મહિના બાદ સ્ટેન્ડિંગ કમિટિની ઓનલાઈન બેઠક મળી હતી. જેમાં અલગ અલગ 12 કામોને મંજુર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...