તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈકોર્ટમાં અરજી:અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં કામગીરી ઘટી રહી છે તો NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્યાંથી મેળવશે?

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વી.એસ. હોસ્પિટલની કામગીરી ઘટાડીને ત્યાંના મશીનો અને સુવિધાઓ નવી બનેલી SVP હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયાં

AMC સંચાલિત NHL મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21ની મેડિકલ કોર્સની બેઠકો માટે નેશનલ મેડિકલ કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા ઈન્સપેક્શન કરવામાં આવે અને ત્યારબાદ બેઠકો અંગે નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. આ અરજીમાં નેશનલ મેડિકલ કમિશન ઓફ ઇન્ડિયાને પક્ષકાર બનાવવાની માગણી કોર્ટે સ્વીકારી છે. આ અંગેની વધુ સુનાવણી 23મી નવેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે

2018માં 250 બેઠકો ફાળવવામાં આવી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલને ફરીવાર સંપૂર્ણ ક્ષમતા સાથે શરુ કરવાની જાહેર હિતની અરજીમાં વધુ એક અરજી કરીને રજુઆત કરવામાં આવી કે, તબીબ કોર્સનું નિયમન તંત્ર પહેલાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પાસે હતું અને હવે આ નિયમન માટે નેશનલ મેડિકલ કમિશનની રચના કરવામાં આવી છે. વર્ષ 2018માં MCIA કોલેજ અને વી.એસ. હોસ્પિટલનું ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું અને 250 બેઠકો ફાળવી હતી.

વી.એસ. હોસ્પિટલની કામગીરી ઘટાડી દેવામાં આવી
મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં બેડની સંખ્યા, સ્ટાફ અને ત્યાંના માળખાકીય સુવિધાઓના આધારે કોલેજને બેઠક ફાળવવામાં આવે છે. જો કે છેલ્લાં કેટલાંક સમયથી વી.એસ.ની કામગીરી ઘટાદી દેવામાં આવી છે અને ત્યાંના મશીનો અને સુવિધાઓ નવી બનેલી SVP હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. વી.એસ. હોસ્પિટલને અત્યારે માંડ 150 બેડની ક્ષમતા સાથે ચાલુ રાખવામાં આવી છે. તેથી કમિશન દ્વારા હોસ્પિટલનું ફરી ઇન્સપેક્શન થવું જોઇએ અને ત્યારબાદ કેટલી બેઠકો ફાળવવી તેનો નિર્ણય થવો જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત એક સમયે વી.એસ. હોસ્પિટલ NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે શીખવા અને પ્રેક્ટિકલ જ્ઞાાન માટેની મુખ્ય હોસ્પિટલ હતી. આ હોસ્પિટલ જ જો અત્યારે ઓછામાં ઓછાં સંસાધનોથી ચાલી રહી હોય તો વિદ્યાર્થીઓ શિક્ષણ ક્યાંથી મેળવશે. નેશનલ મેડિકલ કમિશનને આ રિટમાં પક્ષકાર બનાવવામાં આવ્યું છે અને વધુ સુનાવણી 23મી નવેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો