બાંગ્લાદેશમાં હિંસાના ગુજરાતમાં પડઘા:બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે માનવધિકાર વાળા લોકો ક્યાં છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઉઠાવ્યા સવાલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘચાલક ભરત પટેલની તસવીર - Divya Bhaskar
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘચાલક ભરત પટેલની તસવીર
  • બાંગ્લાદેશમાં માનવ અધિકાર ભંગ મામલે ભારત સરકારના ડિપ્લોમેટ મારફતે ત્યાંની સરકારને પગલાં લેવા અનુરોધ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરતા હિન્દુઓ પર થતા અત્યાર અંગે પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકરી મંડળની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુ પર ઇસ્લામિક તોફાની તત્વો દ્વારા કરવામાં આવતા હુમલા સામે ભારત સરકારને બાંગ્લાદેશમાં થતી આ પ્રકારની ઘટનાઓ સામે ધ્યાન દોરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘચાલક ભરત પટેલે આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે, 28 થી 30 ઓક્ટોબરના રોજ કર્ણાટકના ધારવાડ ખાતે મળેલ અખિલ ભારતીય કાર્ય મંડળની બેઠકમાં સંઘની વર્તમાન કાર્ય સમીક્ષા તથા કેટલાક અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જેમાં મુખ્યત્વે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. પ્રાંત સંઘ ચાલકે તે પણ જણાવ્યું કે, દુનિયાભરમાં માનવ અધિકારની વાતો ચાલે છે. તો બાંગ્લાદેશની ઘટના બાબતે પણ UNO સહિતના માનવ અધિકારોને લગતી સંસ્થાઓએ ચિંતા કરવી જોઈએ. સાથે જ માનવ અધિકાર ભંગ મામલે ભારત સરકારના ડિપ્લોમેટ મારફતે ત્યાંની સરકારને પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો.

મણીનગરમાં આવેલા ડો. હેડગેવાર ભવનની તસવીર
મણીનગરમાં આવેલા ડો. હેડગેવાર ભવનની તસવીર

આ ઉપરાંત સંઘ તરફથી કચ્છમાં મંદિરમાં પૂજા કરવા બાબતે અસ્પૃશ્યતાની ઘટના બાબતે પણ પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત રાજ્યના સંઘચાલકે ભરતભાઈ જણાવ્યું કે, સંઘ સમરસતાનું કામ કરે છે. હિન્દુ ધર્મના લોકો શાસ્ત્રોમાં માને છે અને યાત્રાઓ તો કાઢે છે, પરંતુ વર્તમાન સમયની જરૂરિયાત એ છે કે આ શાસ્ત્રોને પોતાના વ્યવહારમાં ઉતારવા જોઈએ. સંઘ એ માટે પ્રયાસ પણ કરી રહ્યું છે.

સાથે સાથે સંઘ તરફથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આપેલા નિવેદન બાબતે પણ પ્રતિક્રિયા આવી છે. સંઘનું કહેવું છે કે, ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી આવેલ અધિકારીઓ પણ નિવૃત્તિ બાદ ગુજરાતમાં રહેવાનું પસંદ કરે છે, તો ડર કઈ વાતનો! ડર એને હોઈ શકે જેને નક્કી ખોટું કર્યું હોય. રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં અન્ય રાજ્યના લોકો અસુરક્ષિત છે

અન્ય સમાચારો પણ છે...