સરકારને સવાલ:રખડતાં ઢોરનો કાયમી ઉકેલ સરકાર ક્યારે લાવશે? : HC

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ પણ લોકો અકસ્માતનો ભોગ બને છે

રખડતાં ઢોર તેમને માટે બનાવેલા પાંજરાપોળ અંગે થયેલી જાહેરહિતની અરજીમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સરકારને એવો વેધક સવાલ કર્યો હતો કે, રખડતા ઢોર અંગે તમે કાયમી ઉકેલ કયારે લાવશો? તેનો જવાબ રજૂ કરો. હજુ પણ ઢોરના ત્રાસથી લોકો અકસ્માતનો ભોગ બને છે.સરકારે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે એનિમલ હસબન્ડરી વિભાગે આ અંગે 3 સોગંદનામા રજિસ્ટ્રીમાં રજૂ કર્યા છે.

અહિંસા મહાસંઘના એડવોકેટ નિમિષ કાપડીયાએ એવી દલીલ કરી હતી કે, રખડતાં ઢોરને પુરવા પૂરતા પ્રમાણમાં પાજંરાપોળ કે ઢોરવાડા નથી. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, રખડતાં ઢોરની સમસ્યામાં સરકાર શું કરવા માગે છે? તે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ છે. જો આ સમસ્યાનું નિરાકરણ ચોક્કસ સમય મર્યાદામાં નહી થાય તો જવાબદાર અધિકારીઓને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...