તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વરંગભૂમિ દિવસ:પ્રેમાભાઈ અને જયશંકર સુંદરી હોલનો પડદો ક્યારે ઉઠશે?

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રેમાભાઈ હોલ - Divya Bhaskar
પ્રેમાભાઈ હોલ
 • ખંડેર થયા પ્રેમાભાઇ અને જયશંકર સુંદરી હોલ

નાટકનો પડદો ખૂલતાં જ પ્રેક્ષકો ગેલમાં આવી જતાં. શિંગ-ચણા અને ઘરેથી લાવેલા ઢેબરા-હાંડવાનો જલ્સો થતો. આવા નાટ્યગૃહો એટલે 36 વર્ષ જુનો જયશંકર સુંદરી હોલ અને 80 વર્ષ જુનો લાલદરવાજાનો પ્રેમાભાઈ હોલ. જેના પડદા વર્ષોથી ઉઠ્યાં નથી. વિશ્વ રંગભૂમિ દિવસે પ્રસ્તુત છે આ બંન્ને નાટ્યગૃહો અંગે પીઢ નાટ્યકારોના મંતવ્ય.

જયશંકર સુંદરી હોલ
જયશંકર સુંદરી હોલ

20 વર્ષથી પ્રેમભાઇ હોલમાં નાટકનો પડદો નથી ઉઠ્યો

પ્રેમાભાઈ હોલ 80 વર્ષનો ઈતિહાસ ધરાવે છે. એક સમય હતો જ્યારે લોકો નાટકો જોવા અહીં આવતા અને આનંદ કરતાં હતાં. જો કે પછી પશ્ચિમમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ, ટાગોર હોલ અને ટાઉનહોલ થતાં આ હોલમાં કાર્યક્રમો યોજાવાનું બંધ થઈ ગયું. બસ પછી તો 20 વર્ષથી અહીં નાટકનો પડદો ખૂલ્યો જ નથી. સુભાષ બ્રહ્મભટ્ટ, સભ્ય, ગુ.વિદ્યાસભા

​​​​​​​કોરોનાકાળમાં થિયેટર્સના ભાડા ન ઘટાડ્યા તે પ્રશ્ન છે

કોરોનાકાળમાં મુંબઈમાં થિયેટર્સના ભાડા 50 ટકા થયા તેમ આપણે ત્યાં કેમ ન થયું? 50 ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ મળતો હતો તો થિયેટર્સના ભાડા 30થી 50 હજાર સુધીના કેમ લેવાયા તે સવાલ છે. તંત્રએ કંઈક વિચારવું જોઈતું હતું. ફેઝ 1 પછી હવે કોરોનાનો ફેઝ 2 શરૂ થયો છે. માંડ બેઠા થવા જતા નાટ્યઉદ્યોગ પર આવા ભાડા પડતા પર પાટું સમાન છે. રાજુ બારોટ, નાટ્યકાર

એકમાત્ર જયશંકર સુંદરી હોલ 1076 લોકોની ક્ષમતા ધરાવે છે

મને યાદ છે જયશંકર સુંદરી હોલનું 1984માં ઓપનિંગ થયું હતું. 1076 લોકોની કેપેસિટી ધરાવતો આ હોલ શહેરનો એકમાત્ર ઉત્તમ સ્ટેજ ડિઝાઈનવાળો હોલ હતો. જેનો છેલ્લા પાંચેક વર્ષથી પડદો પડી ગયો છે. આ હોલ હાલ ખંડેર સમાન બન્યો છે કેમ કે તેનો નિભાવ ખર્ચ જ પોસાય તેમ નથી. જિતેન્દ્ર ઠક્કર, પૂર્વ સહાયક નિયામક, સંગીત નાટક અકાદમી

રંગભૂમિએ સ્ટેજ ફિયર દૂર કરી કરિયરમાં મોટો ફાળો આપ્યો

હું 9 વર્ષનો હતો ત્યારથી બાળ નાટકો કરતો આવ્યો છું. આ ઉપરાંત ખાસ્સા સમય સુધી કોલેજમાં નાટકો કર્યા. તેમાં એક્ટિંગથી લઈને ડિરેક્શન પણ કર્યું. મારી ફિલ્મની કરિયરમાં રંગભૂમિનું મહત્વ પાયાનું છે. કેમ કે રંગભૂમિએ જ મારામાં સ્ટેજ ફિયર દૂર કર્યો છે તો કોન્ફિડન્સ વધારવાનું કામ પણ કર્યું છે. નાટકનો મારા કરિયરમાં મોટો ફાળો છે. અભિષેક જૈન, ડાયરેક્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો