તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસી કોર્પોરેટરના વેધક સવાલ:ગલવાન ઘાટીમાં આપણા જવાનો શહીદ થઇ રહ્યા હતા, ત્યારે મ્યુનિ. અધિકારીઓ ચીનમાં શેનો સોદો કરી રહ્યા હતા?

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી - Divya Bhaskar
કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી
  • મ્યુનિ.ના અધિકારીઓએ શહીદ જવાનોનું અપમાન કર્યું છે, તેમણે જાહેરમાં માફી માગવી જોઈએ: રાજશ્રીબેન કેસરી

ગલવાન ઘાટીમાં ચીન દ્વારા કરાયેલા અતિક્રમણમાં જ્યારે ભારતીય જવાનો શહીદ થઈ રહ્યા હતા, બરાબર ત્યારે જ મ્યુનિ.ના અધિકારીઓ ચીનમાં ખરીદીના સોદા કરી રહ્યા હતા તેવો વેધક પ્રશ્ન મ્યુનિ. બોર્ડની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ કર્યો છે. તેમણે સીજી રોડ પર લગાવેલા બે કરોડના ચાઇનીઝ પોલના મુદ્દે વિજિલન્સ તપાસની માગ કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે એક તરફ કેન્દ્ર સરકારે સ્પષ્ટ નીતિ જાહેર કરી હતી કે, ભારતીય સૈનિકો પર થયેલા હુમલામાં 20 જવાનોની શહીદી બાદ ચીનની મોબાઇલ એપ, ચાઇનીઝ માલસામગ્રીની ખરીદી પર પ્રતિબંધ મૂકવો, પરંતુ ત્યારે મ્યુનિ.ના અધિકારીઓ ચીન સાથે આ પોલના સોદા કરી રહ્યા હતા. બેઠકમાં કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરે રજૂઆત કરી હતી કે, ‘અધિકારીઓ ફોન ઉપાડતા નથી. મેયર આપ એમને સમજાવો કે ધમકી આપો, કેમ કે અમારી તો ધમકાવવાની રીત પણ અલગ છે. અમે ધમકાવીશું તો ખરાબ લાગશે.’

સીજી રોડ પર બે કરોડના લગાવેલા સ્માર્ટ પોલનો ડેટા વાયા ચીનથી આવે છે
સીજી રોડ પર મ્યુનિ. દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ પોલમાં સીસીટીવી, સિસ્ટમ ડીસ્પ્લે, વાઇ ફાઇ રાઉટર, 30 વોટ એલઇડી ફીચર, સ્પીકર,યુએસબી ચાર્જિંગ શોકેટ, ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ, વેધર સ્ટેશન, બિલ બોર્ડ ડીસ્પ્લે જેવી સુવિધાઓ છે. 12.18 લાખનો એક એવા 7 ચાઇનિઝ પોલ અને 8.50 લાખના એક એવા 12 નાના ચાઇનિઝ પોલ ખરીદવામાં આવ્યા હતા. જેમાં એવી સુવિધા છે કે, એક વર્ષ માટે આ પોલ પરની તમામ માહિતી પહેલા ચીનની કંપનીના સર્વરમાં જાય અને તે બાદ ત્યાંથી મ્યુનિ.ના સર્વરમાં પરત આવે.

સીજી રોડ માટે 34 કરોડ ખર્ચ કર્યા
2018માં સીજી રોડને ડેવલપ પર માટે રૂ. 26 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, જેમાં સ્ટેડિયમ પાંચ રસ્તાથી પંચવટી પાંચ રસ્તાના 3 કિમીના રસ્તાનો સમાવેશ થયો હતો. બાદમાં આ રસ્તાનો ખર્ચ રૂ. 34 કરોડ સુધી પહોંચી ગયો છે.

બેઠકમાં કોર્પોરેટરે આ વેધક પ્રશ્નો કર્યા

  • કયા અધિકારી ચીન ખરીદી કરવા ગયા હતા, તેની જાહેરાત કરવામાં આવે, તેમાં વિજિલન્સની તપાસ કરવામાં આવે
  • મ્યુનિ. કઈ કઈ વસ્તુ ચીન પાસેથી ખરીદી છે તેની સ્પષ્ટતા કરે
  • ચીનની આ કંપનીનું લાઇઝનિંગ અમદાવાદમાં કોણ કરે છે તેેની પણ તપાસ કરવામાં આવવી જોઈએ.
  • ચીનથી સ્માર્ટ પોલ ખરીદીને અધિકારીઓએ શહીદ થયેલા આપણાં જવાનોનું અપમાન કર્યું છે, તેમણે જાહેર માફી માગવી જોઇએ.
  • હવે પછી આપણે ક્યારેય ચાઇનિઝ કંપની પાસેથી કોઇ માલ સામાન ખરીદીશું નહિ તેવો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીમાં થવો જોઈએ.
અન્ય સમાચારો પણ છે...