જનતા રેડ:અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસે પોલીસ બોલાવી તો ખાલી કોથળી મળી, થોડે દૂરથી જ મહિલાઓએ આખું પોટલું શોધ્યું!

અમદાવાદ10 દિવસ પહેલા

ગુજરાતમાં થયેલા લઠ્ઠા કાંડ પોલીસની આબરૂના લીરા ઉડાવી દીધા છે. કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થયું છે. અમદાવાદ જિલ્લાને અડીને આવેલા ગામમાં લઠ્ઠાકાંડ થયો અને અનેક નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. તેવામાં ગુરૂવારે સોલામાં પોલીસને બોલવતાં દારૂની ખાલી કોથળીઓ મળી હતી. જો કે થોડીવારમાં જ તેનાથી થોડે દૂર મહિલાઓએ આખું પોટલું શોધ્યું હતું.

રેલવેની હદમાં એક જગ્યાએથી દારૂનું પોટલું મળ્યું
હવે પોલીસ છાશ પણ ફૂંકીને પીતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ બધાની વચ્ચે સોલા વિસ્તારમાં કોંગ્રેસી મહિલા કાર્યકર અને સ્થાનિક મહિલાઓ ભેગી થઈને દારૂ સામે હલ્લાબોલ મચાવ્યો હતો. ગઈકાલે મહિલાઓએ મચાવેલા હલ્લાબોલમાં માત્ર દારૂની કોથળીઓ મળી હતી. તેના ગણતરીના કલાકોમાં મહિલાઓએ દારૂનું આખું પોટલું પકડી લીધું છે. રેલવેની હદમાં આવેલા એક જગ્યાએ દારૂનું પોટલું મળતા પોલીસની ગતિવિધિ ફરી શંકાના દાયરામાં આવી છે. હાલ મહિલાઓએ ભેગા મળીને વીડિયો બનાવે છે અને જવાબદારને કાર્યવાહી કરવા માટે પ્લાન બનાવી દીધો છે.

ગુરૂવારે દારૂની ખાલી કોથળીઓ મળી હતી
ગુરૂવારે દારૂની ખાલી કોથળીઓ મળી હતી

દારૂ વેચાઈ રહ્યો હતો ત્યાં અમે ગયા તો ખાલી કોથળીઓ હતી
કોંગ્રેસના મહિલા કાર્યકર સીમા બહેને જણાવ્યું હતું કે, ગઈકાલે આ વોર્ડમાં મને કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં ક્યાંક દારૂ વેચાઈ રહ્યો છે. અમે ત્યાં ગયા ત્યારે દારૂની ખાલી કોથળીઓ પડી હતી. અમે પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં પોલીસ અમને ગાડીમાં બેસાડીને લઈ જઈ રહી હતી. રસ્તામાં બે વખત પોલીસે અમને પોલીસ સ્ટેશનના જવાનને રસ્તામાં જ ફરિયાદ આપી દેવા જણાવ્યું હતું, પણ અમે આ સંદર્ભે સોલા પોલીસને જાણ કરી હતી.

મહિલાઓએ હલ્લાબોલ કર્યું હતું
મહિલાઓએ હલ્લાબોલ કર્યું હતું

એસીપી-ડીસીપીને જાણ કરી
અમે એસીપી અને ડીસીપીને પણ આ અંગેની જાણ કરી હતી. આ બધું બન્યું ત્યારબાદ થોડા જ કલાકમાં સ્થાનિક મહિલાઓએ રેલવે ટ્રેક પાસે એક વ્યક્તિ દારૂનું પોટલું લઈને જતો હતો. તેને રોકવા જતા તે ભાગી ગયો હતો, પણ દારૂનું ભરેલું પોટલું ત્યાં જ પડી ગયું હતું. જેમાં 19 જેટલી દારૂની પોટલીઓ હતી. આ અંગે મને જાણ કરતા હું પણ ત્યાં પહોંચી હતી. આ બધી બાબતે પોલીસને જાણ કરતા રેલવે પોલીસ ત્યાં આવી હતી અને આ વિસ્તારમાં દારૂની બદી હોવાની શંકા જતાં અમે પોલીસ ફરિયાદ આપી છે. આ સમગ્ર વીડિયો મહિલાઓએ બનાવે છે, હાલ પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.

મહિલાઓએ પોલીસને જાણ કરી હતી
મહિલાઓએ પોલીસને જાણ કરી હતી
અન્ય સમાચારો પણ છે...