વાઇરલ વીડિયો:અમદાવાદમાં ફી મુદ્દે વાલીઓ સ્કૂલે પહોંચ્યાં, તો આચાર્યને અચાનક ‘સિકોતર માતા’ આવી 'ને ધૂણવા લાગ્યા

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ ઓફ સાયન્સમાં વાલીઓ દ્વારા માર્કશીટની માંગણી કરતા ત્યાંના પ્રિન્સિપાલ દ્વારા તેમના સાથે ગેરવર્તન કરવમાં આવ્યું હતું અને વધુ ફીની માગણી કરવામાં આવી હતી. 50 વિદ્યાર્થીની સંખ્યામાંથી માત્ર 12 જેટલા જૂજ બાળકો જ પાસ થયા હતા, છતાં વધુ ફીની માગણી કરતા વાલીઓએ શાળામાં ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે અચાનક જ પ્રિન્સિપાલને સિકોતર આવી ગઈ અને ધૂણવા લાગ્યા હતા. તેટલું જ નહીં આચાર્ય જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...