અમને ન્યાય અપાવો:અમદાવાદની નવી ધન્વંતરિ હોસ્પિટલમાં હાઉસકીપિંગ સ્ટાફે જમવાનું માગ્યું તો સુપરવાઇઝરે લાફો મારી ભૂખ્યા-તરસ્યા તગેડી મૂક્યા

અમદાવાદ7 મહિનો પહેલા
  • સોશિયલ મીડિયામાં GMDC ખાતેની ધન્વંતરિ હોસ્પિટલમાં થયેલા વિવાદનો વીડિયો વાઇરલ
  • સ્ટાફને અડધી રાત્રે પૈસા આપ્યા વગર હોસ્પિટલની બહાર તગેડી મૂક્યા હોવાનો આક્ષેપ

અમદાવાદ કોરોનાના કેસ વધી રહ્યા છે, જેથી શહેરમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યાં હતાં, જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારએ DRDOને કોવિડ હોસ્પિટલ ઊભી કરવા માટેની જવાબદારી સોંપાઈ હતી અને DRDOએ GMDC ગ્રાઉન્ડ ખાતે 950 બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ તૈયાર કરી દીધી છે, જે 25 એપ્રિલથી કાર્યરત થઈ ગઈ છે. આ હોસ્પિટલમાં શરૂ થયાના ગણતરી દિવસોમાં જ હોસ્પિટલમાં વિવાદ સર્જાયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

2 કર્મચારીને તેમના સુપરવાઈઝરે જમવાનું માગતાં લાફા માર્યા હોવાનો આક્ષેપ.
2 કર્મચારીને તેમના સુપરવાઈઝરે જમવાનું માગતાં લાફા માર્યા હોવાનો આક્ષેપ.

સુપરવાઈઝરે 2 કર્મચારીને માર માર્યાનો આક્ષેપ
આ વીડિયોમાં હોસ્પિટલમાં હાઉસકીપિંગ સર્વિસમાં નોકરી કરતા 2 કર્મચારીને તેમના સુપરવાઈઝરે જમવાનું માગતાં લાફા માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે આ હોસ્પિટલમાં કામ કરી રહ્યા હતા, અમને જમવાનું મળ્યું ન હતું. અમે કામ પતાવીને કહ્યું હતું કે અમારે જમવાનું છે, ત્યારે આ ઘટના ઘટી જેમાં સુપરવાઈઝરે અમને લાફા માર્યા અને અપશબ્દો બોલ્યા. આ દરમિયાન પોલીસ પણ હતી, તેમણે અમને છોડાવ્યા હતા.

સુપરવાઈઝર નશાની હાલતમાં હતો અને ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હશે.
સુપરવાઈઝર નશાની હાલતમાં હતો અને ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હશે.

કોવિડ દર્દીઓની સેવા કરીને મારા પુત્રને માર માર્યો
અમે પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી પણ આપી છે, સાથે આ સુપરવાઈઝર નશાની હાલતમાં હતો અને આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હશે. અમને રાત્રે હોસ્પિટલની બહાર કાઢી મૂક્યા છે. અમે જમ્યા નથી, પૈસા પણ નથી, અમને ન્યાય અપાવો. કર્મચારીના પિતા પણ ત્યાં આવ્યા અને તેમણે કહ્યું હતું કે આ તો કેવું કહેવાય, કોવિડ ડ્યૂટી કરી દર્દીઓને સેવા કરી અને છેલ્લે મારા પુત્રને માર માર્યો. આવી ઘટના ન બનવી જોઈએ, અમને ન્યાય અપાવો. જોકે સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે, સાથે આ તંત્રની ટીકા પણ કરી રહ્યા છે. આ બાબતે હોસ્પિટલ દ્વારા કોઈ સત્તાવાર જવાબ આપવામાં નથી આવ્યો.