કોંગ્રેસનો વિરોધ:રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવાના સમયે કોંગ્રેસ દેશભરમાં વિરોધ નોંધાવશે, 'હું પણ ED ઓફિસ જઈશ' કેમ્પઇન શરૂ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશના અલગ અલગ તાલુકો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

આગામી 13મી જુનના રોજ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવશે. જેને લઇને અમદાવાદ ખાતે પણ કોંગ્રેસ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરશે. જે અગાઉ સોશિયલ મીડિયામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા 'હું પણ ED ઓફિસ જઈશ', નામે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર કરવાના હુકમ
સોમવારે રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર કરવાના હુકમ સામે દેશ વ્યાપી વિરોધ નોંધાવશે. સોમવારે રાહુલ ગાંધી દિલ્હી સ્થિત ED કચેરીમાં હાજર રહેવાના છે ત્યારે આ સમય દરમ્યાન દેશના અલગ અલગ તાલુકો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જ્યાં સુધી રાહુલ ગાંધી કચેરીમાં પૂછપરછ થાય, ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી પોતાનો વિરોધ પ્રગટ કરશે. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

ગુજરાત પ્રવાસ પણ રદ્દ થયો
12 જૂનના રોજ રાહુલ ગાંધી ED સમક્ષ હાજર રહેવાના છે. જેને લઈને તેમનો ગુજરાત પ્રવાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. અગાઉ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે રાહુલ ગાંધી 12મી જૂન એટલે કે રવિવારના રોજ દક્ષિણ ગુજરાતના વાંસદાના ચારણવાડા ગામે સભાને સંબોધન કરવાના હતા. પરંતુ સોમવારે તમને ED સમક્ષ હાજર રહેવાનું છે. જેને લઇને તેમના ગુજરાત પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...