નીતિન ભાઈ કેમ દુઃખી છે?:સત્તા ગયાના 22 દિવસમાં નીતિન પટેલનું ત્રણવાર દર્દ છલકાયું, નાથિયાથી લઈ મંથરા સુધીના ત્રણ નિવેદનો ચર્ચામાં

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્ર પદ ગયા બાદ નીતિન પટેલ સતત વિવાદિત નિવેદનો આપતાં રહ્યાં છે
  • મંત્રી હતાં ત્યારે જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે એવું નિવેદન આપીને ચર્ચામાં રહ્યાં હતાં

ગુજરાતમાં એકા એક નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓની વરણી કરી દેવામાં આવી હતી. આ દરમિયાન જુના મંત્રીઓને મનાવવા માટે ભાજપના કદાવર નેતાઓએ રાત દિવસ એક કરી દીધાં હતાં. જેમાં ખાસ કરીને નીતિન પટેલને મનાવવા માટે ભાજપના નેતાઓને આંખે પાણી આવી ગયું હતું. મંત્રી પદ ગયા પછીના તેમના નિવેદનો જ તેમની નારાજગીને વ્યક્ત કરી રહ્યાં છે. તેઓ મંત્રી હતાં ત્યારે ગાંધીનગરમાં ભારત માતા મંદિરનાં મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે એવું નિવેદન આપીને સમગ્ર દેશમાં ચર્ચાનું સ્થાન બન્યાં હતાં. પરંતુ મંત્રી પદ ગયા બાદ તેઓ સતત વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે.

હાલમાં મારી સ્થિતિ નાણાં વિનાના નાથિયા જેવી જ છે
રવિવારે 3 ઓક્ટોબરે મોરબી નજીક આવેલા ખોખરાધામ ખાતે એક સમારોહમાં હાજરી આપીને તેમણે એક જાણીતી ઉક્તિ...નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ ટાંકીને પોતાની સ્થિતિ અંગે માર્મિક ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હાલમાં મારી સ્થિતિ નાણાં વિનાના નાથિયા જેવી જ છે’ હોદ્દો હોય, પદ પર બિરાજમાન હોય તો અલગ અલગ જગ્યાએથી આમંત્રણ અપાતા હોય છે. હું નાયબ મુખ્યમંત્રી હતો ત્યારે મને આ અંગે આમંત્રણ આપવામા આવ્યું હતું. હાલ મારી પાસે કોઈ હોદ્દો ન હોવા છતાં કનકેશ્વરી માતાજીનો ફોન આવ્યો અને મને આ સમારોહમાં ખાસ હાજરી આપવા જણાવ્યું હતું. તેનો મને આનંદ છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં ભાજપ કાર્યકર્તાઓના સંમેલનમાં કહ્યું- 'રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ'

મહેસાણામાં જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ છે એવું નિવેદન આપ્યું
મહેસાણામાં જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ છે એવું નિવેદન આપ્યું

જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ છે
15 દિવસ પહેલાં મહેસાણામાં આયોજીત ભાજપ કાર્યકર્તાઓના એક સંમેલનમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ.મહેસાણામાં કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન નીતિન પટેલે કહ્યું હતું કે, પોઈન્ટ એક ટકા લોકો એવા હોય છે કે જે જેઓ નકામા હોય છે. પરંતુ, મારે તેની સામે જોવાનું નથી. મારે બાકીના 99.99 ટકા કાર્યકર્તાઓનું હિત જોવાનું છે અને તેના માટે કામ કરવાનું છે.નીતિન પટેલે કહ્યું હતું કે, ઘણા લોકો ખુશ થતા હશે કે, હાશ નીતિનભાઈ ગયા, વિજય રૂપાણી ગયા. પરંતુ, મારે કહેવું છે કે, હું એક નથી ગયો આખુ મંત્રીમંડળ ગયું છે. જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ છે.

આ પણ વાંચોઃ 'હું અસ્સલ મહેસાણાનો છું, મને કોઈ લોભલાલચ નથી, જ્યાં સુધી જનતાના મનમાં છું ત્યાં સુધી કોઈ મને કાઢી નથી શકવાનું'

ભલભલા આવીને જતા રહેશે, એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું
આજથી 22 દિવસ પહેલાં મહેસાણામાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં પહોંચેલા નીતિન પટેલે જણાવ્યું હતુ કે હું અસ્સલ મહેસાણાનો છું. મને કોઇ લોભલાલચ નથી. મારું એકલાનું નહીં, ભલભલાનાં નામ મીડિયામાં ચાલતાં હતાં. એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું. જ્યાં સુધી જનતાના હૃદયમાં છું ત્યાં સુધી કોઈ મને કાઢી નથી શકવાનું. મેં અનેક ચડતીપડતી જોઈ છે.

ભલભલા આવીને જતા રહેશે, એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું એવું નિવેદન મહેસાણામાં આપ્યું હતું
ભલભલા આવીને જતા રહેશે, એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું એવું નિવેદન મહેસાણામાં આપ્યું હતું

આ પણ વાંચોઃ જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે: નીતિન પટેલ

મંત્રી ગયું એ પહેલા આ વિવાદિત નિવેદન આપ્યું હતું
ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી તે જ દિવસથી કોર્ટ કચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, બંધારણ નહીં રહે અને બધું જ હવામાં ઊડી જશે, દફનાવી દેવામાં આવશે. નીતિન પટેલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના નેતાઓ, પદાધિકારીઓની હાજરીમાં આ નિવેદનો આપ્યાં હતાં. પટેલે તેમના ભાષણમાં લવ જેહાદ કાયદાને હાઇકોર્ટમાં પડકારનારાઓની ટીકા કરી હતી. સાથે જ તેમણે જવાહરલાલ નહેરુની ઝાટકણી કાઢી હતી અને રામ મંદિર તથા કલમ 370ની નાબૂદી જેવા મુદ્દે નરેન્દ્ર મોદી-અમિત શાહના વખાણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...