ગુરુપૂર્ણિમા:જ્યારે પાકિસ્તાની વિજ્ઞાનીએ પોતાના ભારતીય શિક્ષકના હાથમાં નોબેલ મેડલ આપીને કહ્યું...‘સર, આ નોબેલ તમારો છે, મારો નહીં.’

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1981ની 19મી જાન્યુઆરીએ ડૉ.અબ્દુસ સલામ તેમના ગુરુ પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલીને મળ્યા હતા તથા ભાવવિભોર બનીને ભેટી પડ્યાં હતા - Divya Bhaskar
1981ની 19મી જાન્યુઆરીએ ડૉ.અબ્દુસ સલામ તેમના ગુરુ પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલીને મળ્યા હતા તથા ભાવવિભોર બનીને ભેટી પડ્યાં હતા

પાકિસ્તાની વિજ્ઞાની ડૉ.અબ્દુસ સલામે 1979માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક જીત્યું હતું. તેમના સંશોધનના કારણે બાદમાં હિગ્સ બોસોન એટલે કે ‘ગોડ પાર્ટિકલ’ની શોધ શક્ય બની હતી. નોબેલ મેળવ્યાં બાદ ડૉ.સલામે પોતાના ગણિત શિક્ષક પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલીને શોધવા માટે ભારત સરકારને વિનંતી કરી હતી. ગાંગુલી સાહેબ લાહોરની સનાતન ધર્મ કોલેજમાં મેથ્સ ભણાવતા હતા. ડૉ.સલામ તેમના વિદ્યાર્થી હતા. ભાગલા બાદ પ્રોફેસર ગાંગુલીએ ભારતમાં સ્થળાંતર કર્યું હતું. ગાંગુલી સાહેબ કોલકાતામાં રહેતા હોવાની જાણ થયા બાદ ડૉ.સલામ 1981ની 19મી જાન્યુઆરીએ કોલકાતા પહોંચ્યા હતા. ડૉ.સલામ પોતાના પથારીવશ ગુરુ પ્રોફેસર ગાંગુલીને મળ્યા અને તેમના હાથમાં પોતાનો મેડલ આપીને કહ્યું, ‘સર આ મેડલ તમારો છે, મારો નહીં.’ બાદમાં ડૉ.સલામે કહ્યું કે, ‘આ મેડલ તમે આપેલા શિક્ષણ અને તમે જગાડેલા ગણિત પ્રત્યેના પ્રેમના કારણે મળ્યો છે.’ ડૉ.સલામે બાદમાં નોબેલ પારિતોષિક પોતાના શિક્ષકના ગળામાં પહેરાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...