સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો હતો જેમાં મુસ્લિમ વેપારીઓ શાકભાજીની લારી કે ફળફળાદી વેચવા આવે તો ખરીદી ન કરવી. હિન્દુ વિસ્તારમાં થૂંકીને કોરોના ફેલાવાનું જેહાદી કાર્ય કરે છે તેવો ખોટો મેસેજ કોઈએ વોટ્સએપમાં વાઈરલ કર્યો છે. આ મેસેજને અમદાવાદ પોલીસ કમિશનરે ખોટો અને અતિશયોક્તિભર્યો હોવાનું જણાવીને આવી વાતોમાં ન આવવા તેમજ પોલીસને એલર્ટ કરી હતી. આ મામલે જામનગરમાં એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. શહેરની તમામ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચને એલર્ટ કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવા કહ્યું છે.
કેવો છે મેસેજ?
દિલ્હીમાં તબ્લિક જમાતમાં પોઝિટિવ કેસો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો છે કે, તમારા એરિયામાં મુસ્લિમ શાકભાજીની લારીઓ, ફળફળાદી કે ફેરિયાઓ આવે તો કોઈ પ્રકારે ખરીદી કરવી નહીં. હિન્દુ વિસ્તારમાં આવી થૂંકી થૂંકી કોરોના ફેલાવાનું જેહાદી કાર્ય કરે છે. જેથી સચેત રહેવું તથા આ માહિતી દરેક હિન્દુ ભાઈ ફરજ સમજી વધુને વધુ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી હિન્દૂ લોકોને સાવચેત કરે. આ મેસેજના પગલે તમામ શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચને એલર્ટ કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવા કહ્યું છે.
થૂંકવાના વાઈરલ મેસેજ બાબતે તપાસ
અમાદવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઇરલ થયો છે તેના પર તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં કેફ ન્યૂઝ કે માહિતી વાઇરલ કરવી નહીં. આ મામલે ગુનો પણ નોંધવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.