ગીર અભયારણ્યમાં આવેલા શિવ મંદિરોમાં રાત્રિ રોકાણ કરવા માટેની મંજુરી માંગતી જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જાહેરહિતની અરજીમાં રજુઆત કરાઇ હતી કે, ગીર જંગલમાં અનેક વિસ્તારમાં શીવ મંદિરો આવેલા છે. જેમાં લોકોને રોકાણ કરવાની વન વિભાગ શિવ મંદિરોમાં જવા દેવાની મંજુરી આપતો નથી. સરકારે મંજુરી આપતો પરિપત્ર કર્યો છે છતા વન વિભાગે રસ્તો બંધ કરી દીધો છે.
ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, સિંહોના આધિપત્ય ધરાવતા વિસ્તારમાં માણસોને શું કામ હસ્તક્ષેપ કરવો પડે છે? માનવ વસ્તી તેમના વિસ્તારમા જશે તો સિંહો માનવ વસ્તી તરફે ધસી જશે. સિંહોને મુકત રીતે વિહરવા દેવા જોઇએ. તેમની કુદરતી દિનચર્યામાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહી. સરકારની મંજુરી હોવા છતા વન વિભાગે રસ્તો બંધ કરી દીધો છે. ખંડપીઠે સરકારને સિંહોના હિતમાં નિર્ણય લેવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી 3 સપ્તાહ બાદ મુલતવી રાખી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.