આખરે તંત્રના કામ ‘ઊઘાડા’ થયાં:નામ શું - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કામ - એ તો તમે ‘સારી રીતે’ જાણો જ છો!

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હેલમેટ સર્કલ બપોર સુધી પાણી ઓસર્યા નહીં - Divya Bhaskar
હેલમેટ સર્કલ બપોર સુધી પાણી ઓસર્યા નહીં
  • વરસાદ બંધ છતાં 10-10 કલાક સુધી પાણી ન ઉતર્યાં
  • 500થી વધુ ફ્લેટ, સોસાયટી, કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં 20 ફૂટ સુધી પાણી ભરાતા મ્યુનિ.એ કહ્યું, રાહ જુઓ 24 કલાક લાગશે

રવિવારે સાંજથી સોમવારે પરોઢ સુધીમાં શહેરમાં સરેરાશ 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાલડીમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદી પાણી શહેરનાં 500થી વધુ ફ્લેટ, સોસાયટી અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ફરી વળ્યાં હતાં. શ્યામલ પાસેના પોપ્યુલર પ્લાઝા અને પોપ્યુલર સેન્ટરના બેઝમેન્ટમાં 20 ફૂટ સુધી પાણી ભરાયું હતું. આ ઉપરાંત પાણી ભરાયાની અસંખ્ય ફરિયાદો મ્યુનિ. કંટ્રોલ રૂમને મળી હતી. જો કે, મ્યુનિ. પાસે એક-બે ઈંચથી વધુ વરસાદ પડે તો શહેરમાં પાણી ફરી વળતાં રોકવા કોઈ યોજના દેખાતી નહીં. વરસાદ બંધ થયાના 10-10 કલાક સુધી પણ સંખ્યાબંધ વિસ્તારમાંથી પાણી ઉતર્યા ન હતા.

સિંધુ ભવન રોડ
સિંધુ ભવન રોડ

લગભગ 20 વર્ષના લાંબા ગાળા પછી અમદાવાદમાં આ પ્રકારે ભીષણ વરસાદ થયો હતો. રવિવારે સાંજે 7 વાગ્યાથી રાત્રે 12.30 સુધી મૂશળધાર વરસાદ પડ્યો હતો. એ પછી વરસાદે દોઢ કલાકનો વિરામ લીધો હતો. રાત્રે 2 વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સવારે 5 વાગ્યા સુધી અવિરત ચાલ્યો હતો. એકધાર્યા વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારની સોસાયટીઓ અને ફ્લેટમાં પાણી ફરી વળ્યા હતા. પશ્ચિમના કેટલાક પોશ વિસ્તારોની હાઈરાઈઝ બિલ્ડિંગમાં પાર્ક કરેલી કાર પણ ડૂબી ગઈ હતી.

સચિન ટાવર રોડ
સચિન ટાવર રોડ

પહેલીવાર એવું બન્યું છે કે, સિંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં પણ પુષ્કળ પાણી ભરાયા હતા. પાલડીમાં તો અનેક એવી સોસાયટી અને ફ્લેટ છે જ્યાં ઘરમાં કેડ સુધીના પાણી ભરાયા હતા અને લોકોએ ઘર વખરી બેડ પર મૂકવી પડી હતી. જ્યારે નાની-મોટી વસ્તુઓ ઘરમાં ભરાયેલા પાણીમાં તરતી હતી. ગુરુકુળમાં પણ કેટલીક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોએ ઘર વખરી સાચવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

શેલા
શેલા

હેલમેટ સર્કલ બપોર સુધી પાણી ઓસર્યા નહીં
હેલમેટ સર્કલથી ડ્રાઈવ ઈન તરફ જતા રોડ પર સોમવારે પણ પાણી ઉતર્યા ન હોવાથી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. કેટલાક વાહનો વરસાદી પાણીમાં અટવાઈ ગયા હોવાથી ભારે મુશ્કેલી સર્જાઈ હતી. આસપાસની અનેક સોસાયટીમાં પણ વરસાદના પાણી ફરી વળ્યાં હતાં.

મકરબા
મકરબા

20 વર્ષ પછી સૌથી વધુ વરસાદ, પાલડીમાં 18 ઈંચ

વિસ્તારવરસાદ
પાલડી18
ઉસ્માનપુરા14
બોડકદેવ13
મકતમપુરા13
જોધપુર11
બોપલ11
મણિનગર11
સરખેજ10
ગોતા9
દાણાપીઠ9
રાણીપ8
દૂધેશ્વર8
વટવા8
ચુકડીયા8
સાયન્સ સિટી8
વિરાટનગર7
કોતપુર6
ઓઢવ5.5
કઠવાડા5
નિકોલ5
નરોડા5
રામોલ4
ચાંદખેડા3.5
સાઉથ બોપલ
સાઉથ બોપલ

પૂર્વ હોય કે પશ્ચિમ જ્યાં જુઓ ત્યાં પાણી
શહેરના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણ બંધ થયા પછી પણ બપોર સુધી પાણી ઉતર્યા ન હતા. સાઉથ બોપલ, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારમાં તો સાંજ સુધી આવી સ્થિતિ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...