ગૃહવિભાગની ટ્રાન્સફરમાં પણ વિચિત્ર ચીલો પડ્યો:એવું તે શું થયું કે, એક જ દિવસમાં સોલા PI જાડેજાની બે વખત બદલી? પહેલા ACBમાં મૂક્યા ને કલાકોમાં કરાઈ ખસેડ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
PI  જે.પી. જાડેજા - Divya Bhaskar
PI જે.પી. જાડેજા

ગુજરાતમાં તાજેતરમાં આવેલી 88 PIની બદલીને વચ્ચે બે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી ઉડીને આંખે વળગે તેવી છે કારણ કે તેમાં સૌથી મહત્વની બદલી સોલા પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાની છે. જેઓ અગાઉ વિવાદમાં આવી ચૂક્યા છે જેના કારણે તેમને તાત્કાલિક બદલીને પહેલા PCBનો ઓર્ડર થયો પણ તે રદ કરીને તેમને કોર્ટ ડ્યુટી આપવામાં આવી. જેમ તેમ કરીને આવેલી બદલીમાં તેમને ACBમાં મૂકવામાં આવ્યા. પરંતુ ગણતરીના કલાકોમાં એવું તો શું થયું કે તેમને તાત્કાલિક ખસેડીને કરાઈ મૂકી દેવામાં આવ્યા છે.જે પી જાડેજાની બદલીના કારણે પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ છે. જ્યારે તેમની સાથે જોડાયેલા વિવાદો પણ અલગ અલગ રીતે ચર્ચામાં છે.

તાજેતરમાં 88 PIની બદલીઓ કરાઈ હતી
તાજેતરમાં ગુજરાતમાં એક સાથે 88 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી આવી હતી. 26 તારીખે થયેલા ઓર્ડરમાં અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટરોનો પણ સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ શહેરમાં સોલા વિસ્તારમાં ફરજ બજાવી ચૂકેલા જે.પી જાડેજાની બદલીનો ઓર્ડર હતો.જે.પી જાડેજા સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન રાજકીય કારણસર તેમની બદલી કરવામાં આવી હતી તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. એક સમયે પોલીસ કમિશ્નરના ખાસ ગણાતા જે.પી જાડેજાને સોલાથી હટાવીને PCBનો ઓર્ડર કરવામાં આવ્યો હતો પણ ગણતરીના કલાકોમાં તેને રદ કરીને તેમને કોર્ટ ડ્યુટીમાં મૂકવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ કોર્ટ ડ્યુટી કરી રહ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના PI દર્શન બારડની પણ બદલી થઈ
26 તારીખે થયેલા ઓર્ડરમાં જે.પી જાડેજાને બદલી કરીને ACBમાં મૂકવામાં આવ્યા હતા પણ ગણતરીના કલાકોમાં એવું કશું થયું કે જેના કારણે તેમને તાત્કાલિક હટાવીને સીધા સાઈડ પોસ્ટિંગ ગણાય તેવા કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં મૂકી દેવામાં આવ્યા હતા. આવું જ એક સાઈડ પોસ્ટિંગ ક્રાઈમ બ્રાન્ચના PI દર્શન બારડનું પણ થયું છે. જે એક સમયે અમદાવાદ શહેરમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા પણ તેમને CID ક્રાઇમમાં મૂકી દેવામાં આવ્યા છે.

કયા કારણોસર બદલીઓ થઈ તેની ચર્ચાઓ શરૂ થઈ
જામનગરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે જલુંને એન્ટીકરપ્શન બ્યુરોની કચેરીમાં બદલી કરવામાં આવી હતી. તેમની પણ કોઈ કારણોસર તાત્કાલિક બદલી અટકાવવામાં આવી અને તેમને PTC જુનાગઢ ખાતે બદલી કરી દેવામાં આવી છે.એન્ટીકરપ્શનમાં થયેલી બે બદલીઓ અટકી જતા અનેક ચર્ચાઓ થઈ છે જ્યારે અમદાવાદ શહેરના એક સમયના ક્રીમ પોસ્ટિંગ પર નોકરી કરેલા પોલીસ ઇન્સ્પેક્ટર હવે સાઈડ પોસ્ટિંગમાં આવી ગયા છે.