• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • What About The Current Officers Even After Taking Action Against The Previous Officers? State The Result Of Departmental Inquiry: Gujarat High Court

હાઇકોર્ટમાં સુનાવણી:અમદાવાદના રસ્તા-રખડતાં ઢોર અને ટ્રાફિક મામલે હાઇકોર્ટે AMCની ઝાટકણી કાઢી પૂછ્યું-અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી રહ્યું છે

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિસ્માર રસ્તાના મામલે હાલના અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી રહ્યું છે કોર્પોરેશન?: કોર્ટ

અમદાવાદના બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે કોર્ટના તિરસ્કારની અરજી મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કેટલાક સવાલો કરતા કર્યા છે. જેમાં અગાઉના અધિકારીઓ સામે પગલા તો લીધા પરંતુ પણ હાલના અધિકારીઓ બાબતેનું શું? બિસ્માર રસ્તાના મામલે હાલના અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી રહ્યું છે કોર્પોરેશન?

ખાતાકીય તપાસનું શું પરિણામ આવ્યું? કોર્ટ
વર્ષ 2017માં કરવામાં આવેલ અમદાવાદના રસ્તા, ટ્રાફિક અને રખડતાં ઢોર મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટના હુકમ છતાં, આ બાબતોને લઈ સ્થિતી જે છે તે જ જોવા મળી હતી. જેને લઈ ગુજરાત હાઇકોર્ટના હુકમનો તિરસ્કાર મામલે કન્ટેન્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે હાથ ધરવામાં આવેલ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનની કામગીરી સામે કેટલાક સવાલો કર્યા. જેમાં અગાઉના અધિકારીઓ સામે કોર્પોરેશનને પગલાં લીધા પરંતુ હાલના અધિકારીઓ સામે તેમને શું પગલાં લીધા? સાથે જ અગાઉના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને પેનલ્ટી સહિતના પગલા લેવાના શરૂ કર્યા, પરંતુ ખાતાકીય તપાસનું શું પરિણામ આવ્યું તે જાણ કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે. જે મામલે 10 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

એલિસબ્રિજ પર સર્કલ બનાવવાથી ટ્રાફિકની સમસ્યા વધી
અગાઉની સુનાવણી દરમિયાન અમદાવાદના બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિક મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામુ રજૂ કર્યુ હતું. અમદાવાદ શહેર માટેના કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન અંતર્ગત કોર્પોરેશનને CRII દ્વારા અપાયેલા સૂચનો તથા તે અંગે કાર્યવાહીનો શુ અવકાશ છે તથા શુ કાર્યવાહી કરી રહ્યા છે, તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સોગંદનામામાં ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટનો પ્લાન ફાઈનલ થયા બાદ ભીમજીપુરા-ચાંદલોડિયા વચ્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કોર્પોરેશન કરશે. આ એફિડેવિટમાં સૂચનો પ્રમાણે કામગીરી કરવા સામે નડતી સમસ્યા અને પડકાર અંગે પણ ઉલ્લેખ કરાયો હતો. ઉપરાંત ચીમનભાઈ પટેલ ઓવર બ્રિજ પરની ફૂટપાથ કટ કરી અને રસ્તો પહોળો કરવો શક્ય નથી, ઉપરાંત શહેરના મુખ્ય અને વ્યસ્ત ગણતા એલિસબ્રિજ જંકશન પર સર્કલ બનાવવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય શકે છે, જેથી સર્કલ બનાવવું હિતાવહ ન હોવાનું જણાવ્યું હતું.

શહેરના કાલુપુર સર્કલ પર 14ની ત્રિજ્યા વાળું સર્કલ બનાવવાના રોડ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં અભિપ્રાય પણ અમલ થઈ શકે તેમ નથી. પૂર્વ વિસ્તારના નારોલથી વિરાટનગર વચ્ચે અન્ડરપાસ બનાવવાના અભિપ્રાય પર કામગીરી ફિઝિબલ નહિ ન હોવાનું કોર્પોરેશને કહ્યું હતું. સાથે જ ઠક્કર નગર રોડથી વિરાટનગર રોડ અન્ડર પાસ બનાવવો ફિઝિબલ નહિ હોવાનું જણાવ્યું હતું. જોકે ઇસનપુર બાજુથી કેડીલા બ્રિજ સુધી જશોદાનગર તરફના રોડ પર ઘોડાસર સર્કલ પર સ્પ્લિટ ફલાયઓવર બનાવવાનું આયોજન કોર્પોરેશન ટ્રાફિક હળવો કરવા માટે કહેવામાં આવ્યું હતું.

2022 સુધીમાં નરોડા રેલવે ક્રોસિંગ પર ફ્લાયઓવર બની જશે
નરોડા રેલવે ક્રોસિંગ પર ફ્લાયઓવર બનાવવાની કામગીરી 2022 સુધીમાં કોર્પોરેશન પૂર્ણ કરશે. નરોડા પાટિયા જંકશન, દેવી સિનેમા જંકશન અને ગેલેક્સી સિનેમા એમ 3 જંકશનને સાંકળતો સળંગ ફલાયઓવર બનાવવાનું આયોજન હોવાની વાત એફિડેવિટ મારફતે કોર્ટ સમક્ષ મુકાઈ હતી. ઉપરાંત જે રસ્તાઓ પર ફૂટપાથ નથી ત્યાં ફૂટપાથ બનાવવાનું આયોજન છે. રોડ સાઈન અને માર્કિંગ માટે પણ અલાયદું આયોજનની માહિતી કોર્ટ સમક્ષ મુકાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...