• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Western Railway Will Run Examination Special Train Between Veraval And Bandra Terminus, Reservation Centers Will Be Started On IRCTC's Website.

NTPCના પરીક્ષાર્થીઓ ધ્યાન આપો:પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરિક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે,આરક્ષણ કેન્દ્રો IRCTCની વેબસાઇટ પર શરૂ થશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સેકન્ડ ક્લાસ સિટિંગના જનરલ કોચ સિવાય તમામ કોચ સંપૂર્ણપણે આરક્ષિત રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) દ્રિતીય ચરણની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ટ્રેનનો ઉપડવાનો સમય આ પ્રમાણે રહેશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે ટ્રેન નંબર 09420 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવાર, 8 મે, 2022 ના રોજ વેરાવળથી 10.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09419 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ સ્પેશિયલ સોમવાર, 9 મે, 2022 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.35 કલાકે વેરાવળ પહોંચશે.

યાત્રી આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે
આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગના જનરલ કોચ રહેશે.ટ્રેન નંબર 09420/09419 માટે બુકિંગ 6 મે, 2022થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે અને સેકન્ડ ક્લાસ સિટિંગના જનરલ કોચ સિવાય તમામ કોચ સંપૂર્ણપણે આરક્ષિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...