તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન:પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ બે ઓક્સિજન એક્સપ્રેસનું સંચાલન ગુજરાતના હાપાથી 5 ઓક્સિજન ટેન્કરમાં 104 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી ફેન્ટ મોકલવામાં આવ્યું

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાતના મુન્દ્રા પોર્ટથી 7 ઓક્સિજન ટેન્કર દ્વારા 140 ટને લિકવિડ મેડિકલ ઓક્સિજન તુગલકાબાદ તરફ રવાના થઈ.

દેશભરમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલ્વેના પ્રયત્નોને વેગ આપતા પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત યુદ્ધ મજબૂત બનાવવા તથા કોવિડ દર્દીઓ અને તેમેના પરિવારોને રાહત આપવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન ( LMO ) ના ઝડપી પરિવહન માટે વધુ બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી હતી. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ પશ્ચિમ રેલ્વે દ્વારા 4 મે, 2021ના રોજ દિલ્હી ક્ષેત્ર તરફ બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી હતી.

પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ગુજરાતના હાપાથી 4 મે, 2021ના રોજ દિલ્હી કેન્ટ માટે 04.40 વાગ્યે રવાના થઈ, જેમાં 5 ટેન્કર દ્વારા 104 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનું વહન કરવામાં આવ્યું હતું. મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજન ના સપ્લાય માટે ટેકર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ટ્રેન 5 મે, 2021ના રોજ સવારે 1230 કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, બીજી ઓક્સિજન એક્સપ્રેસ મુન્દ્રા પોર્ટ થી તુગલકાબાદ માટે 4 મે 2021 ના રોજ 06.20 વાગ્યે રવાના થઈ. આ ટ્રેન 5 મે, 2021ની વહેલી સવારે તેના લક્ષ્યસ્થાન પર પહોંચશે.

આ ટ્રેનમાં 7 ટેકર દ્વારા 140 ટન લિકવીડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવ્યું . આ ટેકર સંયુક્ત આરબ અમીરાત થી પાણીના માર્ગે મુન્દ્રા પોર્ટ આવ્યા હતા . શ્રી ઠાકુરે માહિતી આપી કે પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં લગભગ 373 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન ( LMO ) નું 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા પરિવહન કર્યું છે. 3 મે, 2021ના રોજ હાપાથી દિલ્હી ક્ષેત્ર માટે ચલાવવામાં આવેલ ઑક્સિજન એક્સપ્રેસ 4 મે, 2021ના સવારે 03.10 વાગ્યે ગુરુગ્રામ પહોંચી. તેને ટોચની અગ્રતા આપવામાં આવી હતી અને લગભગ 53 કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપે અવિરત માર્ગ પર ચલાવવામાં આવી હતી, ક્રાયોજેનિક કાગને લીધે તમામ સલામતીનાં પગલાં ની ખાતરી કરવામાં આવી હતી , જેથી તેને ટૂંક સમયમાં લક્ષ્યસ્થાના સુધી પહોંચાડી શકાય.

તમામ પડકારોને સંબોધવા અને આ સંજોગોમાં નવા નિરાકરણો ? ઉકેલો શોધવા, ભારતીય રેલ્વે દેશભરના વિવિધ રાજ્યોમાં લિકવિડ મેડિકલા ઓક્સિજન ( LMG ) મિશન મોડ માં પ્રદાન કરવાની પ્રક્રિયા ચાલુ રાખશે . ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.આ ક્રમમાં 3 મે , 2021 સુધીમાં ભારતીય રેલ્વે દ્વારા વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર ( 174 MT ) , ઉત્તર પ્રદેશ ( 430.51 MT ) , મધ્ય પ્રદેશ ( 156.96 MT ) , દિલ્હી ( 190 MT ) , હરિયાણા ( 109.71 MT ) અને તેલંગાણા ( 63.6 MT ) 76 ટેન્કર દ્વારા 1125 મેટ્રિક ટન થી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન ( LMO ) પહોંચાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો