સોશિયલ ડિસ્ટન્સ:એવોર્ડ લેવા કારમાં સ્ટેજ પર ગયા, 80થી 100 મેમ્બર્સ તેમની કારમાં આવ્યા હતા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસ.પી. રિંગ રોડ ખાતે આવેલા મોન્ટે ક્રિસ્ટો પાર્ટી પ્લોટમાં બિઝનેસ ગ્રૂપ એનથ્રોપોસના મેમ્બર્સ માટે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સેરેમની #drivethrough તરીકે યોજવામાં આવી હતી. આ સેરેમનીની ખાસિયત વાત એ હતી કે પ્લોટમાં સેન્ટર સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જ્યાં આશરે 80થી 100 મેમ્બર્સ તેમની કારમાં આવ્યા હતા અને તેમને નંબર આપવામાં આવ્યો હતો. તે નંબર પ્રમાણે કાર લાઇનમાં ઊભી હતી.

સ્ટેજ પર નામ એનાઉન્સ થતાની સાથે એવોર્ડ લેનાર તેની કાર સાથે સ્ટેજ પાસે આવતા હતા.
સ્ટેજ પર નામ એનાઉન્સ થતાની સાથે એવોર્ડ લેનાર તેની કાર સાથે સ્ટેજ પાસે આવતા હતા.

સ્ટેજ પર નામ એનાઉન્સ થતાની સાથે એવોર્ડ લેનાર તેની કાર સાથે સ્ટેજ પાસે આવતા હતા. કારમાંથી ઉતરી સ્ટેજ પર એવોર્ડ રિસીવ કરવા જાય અને પ્રેસિડન્ટ વિનોદ માલવિયા તથા સેક્રેટરી ટ્રેઝરર વિહાંગ શાહ પાસે એવોર્ડ લઈને કારમાં બેસી એક્ઝિટ થઈ જતા હતા. આ ઈવેન્ટ પાર્થ માંડગે દ્વારા ક્યુરેટ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...