તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળી ચૌદશ કે રૂપ ચૌદશ:કાળો રંગ પહેરવાથી વ્યક્તિની ખામીઓ ઢંકાઈ જાય છે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાળીચૌદશે સામાન્ય રીતે કાળા કપડાં પહેરી મેશ આંજવાની માન્યતા છે જે અંગે યુવાન સ્ત્રીઓ શું માને છે તે તેમણે સિટી ભાસ્કરને જણાવ્યું

દિવાળીનાં આગલા દિવસને કાળી ચૌદશ કે રૂપ ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કેટલાક લોકો કાળો રંગ પહેરવાનું પસંદ કરે છે. કાળી ચૌદશે કેમ કાળો રંગ પહેરવો અને કેમ કાળા અડદનાં દાણા ખાવા અને કાળી મેશ લગાવવામાં આવે છે.

આ વિશે વાત કરતા અમદાવાદનાં બ્લોગર્સ, આંત્રપ્રિન્યોર્સ અને યુવા વર્ગે તેમનાં સોશિયલ મીડિયા પર કાળા કપડાં પહેરીને ફોટો પોસ્ટ કર્યો. ફેશન બ્લોગર અભિનિષા ઝુબિન આશરાનું કહેવું છે કે, કાળો રંગ વર્સેટાઈલ ગણાય છે અને હંમેશા ઈનટ્રેન્ડ છે. કાળા રંગને કારણે માણસની ખામીઓ ઢંકાઈ જતી હોય છે. ફેશન ઈન્ડસ્ટ્રીમાં માનવામાં આવે છે કે કાળા રંગનાં કપડા પહેરવાથી તે લોકોને વધુ આર્કષિત કરે છે અને લોકો પાતળા દેખાય છે .

ફેશન બ્લોગર અને ઈન્ફલ્યુઅન્સર અભિનિષા ઝુબિન આશરા, રિદ્ધિ ઝાલા, આરતી રાજપૂત, અદિતિ આયુષ મહેતાનું કહેવું છે કે વોર્ડરોબમાં કાળા આઉટફિટની 5 જોડી રાખતા જ હોય છે અને અઠવાિડયામાં એકવાર તો તે પહેરીએ છીએ. જોકે, કોઈ આઉટફિટના સૂજે તો કાળા રંગનો આઉટફિટ બેસ્ટ ઓપ્શન છે. કાળી ચૌદશને દેશના કેટલાક શહેરોમાં રૂપ ચૌદશ તરીકે પણ ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો