તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર:અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. તરલીકા કોરોના સંક્રમિત થઈ સાજા થયા, 38 વર્ષથી શ્વાસની તકલીફ- નબળા ફેફસા છતાં હજુ પણ દર્દીઓની સેવામાં ખડેપગે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ડો. તરલીકા કોરોના દર્દીઓની સારવાર કરે છે - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ડો. તરલીકા કોરોના દર્દીઓની સારવાર કરે છે
 • કોરોનાના કપરા કાળમાં દર્દીઓ પ્રત્યેની સંવેદના અને સેવા ધ્યેય જ અમારું ચાલક બળ છે: અમદાવાદ સિવિલની કોવિડ હોસ્પિટલના તબીબો
 • કોવિડ કેરના હૃદય સમાન એનેસ્થેસિયા વિભાગમાં બાહોશી પૂર્વક ફરજ બજાવતા 58 વર્ષીય મહિલા તબીબો
 • હાલમાં પણ 10થી 15 જેટલા રેસિડેન્ટ ડોક્ટર સંક્રમિત છે અને સારવાર હેઠળ, પરિવારોને પણ સંક્રમણનું જોખમ

કોરોના કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં પણ આજે અનેક દર્દીઓને સારવાર અપાઇ રહી છે. દર્દીઓની સેવા સુશ્રુષા માટે સંખ્યાબંધ તબીબો અવિરત સેવા આપી રહ્યા છે. આવા જ એક કોરોના વોરિયર છે ડો. તરલીકા. તએઓ એનેસ્થેસિયા વિભાગના એડિશનલ પ્રોફેસર છે અને તેમને પણ કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે. એટલું જ નહીં તેઓ 38 વર્ષથી શ્વાસની તકલીફ- નબળા ફેફસા પીડિત છે. આમછતાં કોરોનાના સંક્રમણની શક્યતા વચ્ચે આ તબીબો ‘ડર કે આગે સેવા હૈ’ના જીવન મંત્ર સાથે સતત કાર્યરત રહ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ડો. તરલીકા કોરોના દર્દીઓની સારવાર કરે છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ડો. તરલીકા કોરોના દર્દીઓની સારવાર કરે છે

સંક્રમણ લાગવાના ભય વચ્ચે પણ દર્દીઓની સેવા એજ જીવનમંત્ર
એનેસ્થેસિયા વિભાગના એડિશનલ પ્રોફેસર ડો. તરલીકા કહે છે કે, મને પોતાને 1982થી શ્વાસની તકલીફ છે, મારા હૃદયના ધબકારા ઘણા અનિયમિત રહે છે, તેમજ મારા ફેફસાનો મોટો ભાગ પણ ક્ષતિગ્રસ્ત છે, પરંતુ તેને અવગણીને મેં મારી ફરજ ચાલુ જ રાખી છે. હાલમાં પણ 10થી 15 જેટલા રેસિડેન્ટ ડોક્ટર સંક્રમિત છે અને સારવાર હેઠળ છે, ડોક્ટર્સના પરિવારજનોને પણ ચેપનું જોખમ રહે છે, પરંતુ દર્દીઓની સેવા એ જ અમારો જીવન મંત્ર છે'

દર્દીઓની વિશેષ કાળજી
ડો. તરલીકા કહે છે કે, ' તબીબોને પણ કોઇ પ્રકારની શારીરિક તકલીફ હોઇ શકે છે. એવી પરિસ્થિતિમાં પણ અમે દર્દીઓને સારવાર આપવામાં ક્યારેય કચાશ નથી રાખતા. 1200 બેડની હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જ હું એનેસ્થેસિયા નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અનેક પ્રકારના દર્દીઓ સારવાર માટે આવ્યા અને સાજા થઈને પરત પણ ગયા. કોવિડના પ્રોટોકોલ પ્રમાણે સ્વભાવિક રીતે દર્દીના સગા જોડે ન જ હોય, એવા સંજોગોમાં અમારી જવાબદારી વિશેષ બને છે. ક્યારેક દર્દીઓ બેભાન અવસ્થામાં પણ હોય ત્યારે તેમની વિશેષ કાળજી લેવી પડે છે. આ દર્દીઓની સારવાર દરમિયાન અમને પણ કોરોના સંક્રમણ લાગી શકે છે.

સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના એડિશનલ પ્રોફેસર ડો. તરલીકા
સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના એડિશનલ પ્રોફેસર ડો. તરલીકા

ડો. દિક્ષિતા કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થઈ દર્દીઓની સેવામાં લાગ્યા
પ્રોફેસર અને એનેસ્થેસિયા વિભાગના ઇન્ચાર્જ હેડ ડોક્ટર દિક્ષિતા ત્રિપાઠી કહે છે કે, 'કોરોના કાળમાં સૌથી પડકારજનક કામગીરી ICU મેનેજમેન્ટની છે. ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં દર્દીઓની સારવાર એક પ્રકારનો તબીબી પડકાર હોય છે. ઓક્સિજન મેનેજમેન્ટ ,વેન્ટિલેટર મેડિકલ મેનેજમેન્ટ જેવી વિવિધ કામગીરી નિભાવી પડતી હોય છે પરંતુ કોઈ પણ કપરી પરિસ્થિતિમાં દર્દીઓની સેવા સુશ્રુષા એ અમારી પ્રાથમિકતા છે. મારો પોતાનો પણ થોડાક સમય પહેલા કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને બ્લડ ઇન્ફેક્શન થયું હતું, કોરોના અતિ ગંભીર બનતા ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા, કોરોના થયા બાદ શારીરિક નબળાઈ અનુભવી રહી હતી, પરંતુ સારવાર બાદ તરત જ ફરજ પર હાજર થઈ મેં મારી કામગીરી શરૂ કરી.

સંક્રમણના ભય વચ્ચે રાતદિવસ દર્દીઓની સેવા
રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જાહેર કરેલી માર્ગદર્શિકાનો અમલ કરવાનો અનુરોધ કરતાં ડૉ ત્રિપાઠી કહે છે કે, માસ્ક પહેરવું, સેનિટાઇઝેશન, હાથ ધોવા, ભીડમાં ન જવું જેવી સૂચનાઓનું પાલન લોકોએ કરવું જ જોઈએ. આવા તો અનેક તબીબો અને પેરા મિડેકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાના સંક્રમણની ભિતી વચ્ચે દિવસ રાત દર્દીઓની સેવામાં વ્યસ્ત રહે છે. દર્દીનારાયણની સેવા જ એમના માટે સર્વસ્વ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો