તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિમ્સને આહનાનું સમર્થન:અમારી સાથે સંકળાયેલી કોઈ હોસ્પિટલ ભ્રષ્ટાચાર કરશે તો સખત પગલાં લઈશું: આહનાની ચેતવણી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હેલ્થ ઓફિસર, ડોક્ટરની ગેરરીતિ ખુલ્લી પાડવા બદલ સિમ્સને આહનાનું સમર્થન

સિમ્સ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીની સારવારના 1.50 કરોડનાં બિલ પાસ કરાવવા મ્યુનિ. ડેપ્યુટી હેલ્થ ઓફિસર વતી 15 લાખની લાંચ માગવાની ઘટનાને અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના)એ સખત શબ્દોમાં વખોડવાની સાથે સિમ્સ હોસ્પિટલ દ્વારા આ ભષ્ટ્રાચાર ખુલ્લો પાડવાના પગલાને ટેકો જાહેર કર્યો છે. આ સાથે ચેતવણી પણ આપી છે કે, પોતાની સાથે સંકળાયેલી કોઈ પણ હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાશે તો કડક પગલાં લેવાશે.

આહનાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, સિમ્સ હોસ્પિટલ દ્વારા સરકારી અધિકારીના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની ઘટના અંગે રવિવારે આહનાના સભ્યોની એક તાકીદની મીટિંગ મળી હતી, જેમાં સિમ્સ હોસ્પિટલે લીધેલાં પગલાંને આહનાએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. એટલું જ નહીં, આહના સાથે સંકળાયેલી હોસ્પિટલો દ્વારા પણ કોઈ ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાશે તો તે હોસ્પિટલ સામે કડક પગલા લેતાં અચકાશે નહીં. જોકે ઘણા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ કોરોના સામેની લડાઈમાં સારો સાથ આપ્યો છે, ખાનગી-સરકારી હોસ્પિટલો પણ ભેગાં મળીને કોવિડ સામેની લડત લડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો