HCની ટિપ્પણી:અમારા આદેશનો અનાદર કરનારાને છોડીશું નહીં; કોર્ટના આદેશ છતાં એરપોર્ટ પાસેથી કચરો દૂર કરાયો ન હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • ગાંધીધામ પાલિકા સુપરસીડ કરવા સરકારને હાઇકોર્ટનો આદેશ

હાઇકોર્ટના આદેશ છતાં ગાંધીધામ નગરપાલિકામાં ડમ્પિંગ સાઇટે કચરો નહીં ઉપાડતા અને 11 કરોડ રૂપિયા વાપરી કાઢતા હાઇકોર્ટે નગરપાલિકા સામે સખત નારાજગી દર્શાવી હતી. જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, અમે કરેલા આદેશનું પાલન નહી કરનાર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના તમામને ઘરે મોકલવા અને પાલિકાની આખી બોડીને સુપરસીડ કરવા સરકારને આદેશ કર્યો છે.

તમારે હુકમના પોતાની રીતે અર્થઘટન કરવા હોય તો સરકાર જ આદેશ કરે કોર્ટનું શુ કામ છે? કોઇ રીતે અમે હાઇકોર્ટના હુકમનો અનાદર કરનારને છોડવાના નથી. ગાંધીધામમાં એરપોર્ટની નજીક આવેલી ડમ્પિંગ સાઇટ પરથી સોલિડ વેસ્ટનો લાખો ટન કચરો ઉપાડવા હાઇકોર્ટે કરેલા આદેશનું પાલન નહીં થતાં કોર્ટે ઉધડો લીધો હતો.

અમે આ પાલિકાનું નોનસેન્સ સહન નહીં કરીએ
હાઇકોર્ટ હુકમ કરે અને નગરપાલિકા કહે કે અમને સમજાયંુ નથી. તે કેવી રીતે ચાલે? તમારી રીતે અર્થઘટન કરો અમે નહીં ચલાવીએ. પાલિકાનું આ બધુ નોનસેન્સ નથી ચલાવાના. નો મીન્સ નો.તમારી નગરપાલિકાના અધિકારીમાં 99 ટકા રાજકારણ, 1 ટકો વહીવટી કામ ચલાવે છે. એરપોર્ટની સલામતીની તમને ચિંતા નથી. તમારો ચીફ ઓફિસર ઘરભેગો થશે.

અન્ય સમાચારો પણ છે...