તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ:ખેડૂતો, બેરોજગારો, વેપારીઓ માટે હંમેશા અવાજ ઉઠાવીશુંઃ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસ ભવન ખાતે પક્ષના ધ્વજને પ્રદેશ પ્રમુખે સલામી આપી - Divya Bhaskar
કોંગ્રેસ ભવન ખાતે પક્ષના ધ્વજને પ્રદેશ પ્રમુખે સલામી આપી
 • પક્ષના ધ્વજને પ્રદેશ પ્રમુખ સાથે સેવાદળના કાર્યકરો સલામી આપી

આજે કોંગ્રેસ પાર્ટીનો 136મો સ્થાપના દિવસ છે. 28 ડિસેમ્બર 1885ના રોજ માત્ર 75 પ્રતિનિધિઓની હાજરીમાં મુંબઇમાં પક્ષની સ્થાપના કરવામાં આવી હતી. સર એલન આક્ટોવિયન હ્યૂમ, દાદાભાઈ નૌરોજી અને દિનશા વાચ્છાએ 28 ડિસેમ્બર 1885ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી. એટલે દર વર્ષે 28 ડિસેમ્બરના દિવસે કોંગ્રેસ પાર્ટી સ્થાપના દિવસ ઉજવે છે. ગુજરાતમાં અમદાવાદમાં પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધ્વજારોહણ કર્યું હતું અને પ્રદેશ પ્રમુખ સાથે સેવાદળના કાર્યકરો કોંગ્રેસના ધ્વજને સલામી આપી હતી.

કોંગ્રેસની વિચારધારાએ રાષ્ટ્રનિર્માણ માટેના કાયદાઓ અને નીતિઓ બનાવી
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અંગ્રેજોની સામે વર્ષો સુધીની લડાઈ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશ જોડાયો હતો અને કોંગ્રેસની વિચારધારાએ રાષ્ટ્રનિર્માણ માટેના કાયદાઓ અને નીતિઓ બનાવી છે. અમિત ચાવડાએ સરકાર પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું હતું કે આઝાદ ભારતમાં પહેલી સરકારે બંધારણની રચના કરી હતી. પરંતુ આજના શાસનમાં પણ સ્થિતિ એવી છે કે જે સંસ્થાઓ અને સંસાધનોને મુઠ્ઠીભર લોકોના હાથમાં સોંપવામાં આવી રહ્યું છે. લાખોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરે પણ વાત સાંભળવામાં આવતી નથી.

લોકો માટે અવાજ ઉઠાવતી કોંગ્રેસને દબાવવામાં આવે છે
કોંગ્રેસ પણ જો લોકોનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો પણ દબાવવામાં આવે છે. આપણે એ વિચારધારાના સૈનિકો છીએ જે ક્યારેય ઝુક્યા નથી, ખેડૂતો, બેરોજગારો, વેપારીઓ કે કોઈ પણ બાબત હોય અવાજ ઉઠાવશું. વડવાઓની વિચારધારાની જેમ આજે પણ સંકલ્પ કરીને આગળ વધવાનો પ્રણ કરીએ. સેવાદળ જે રીતે અત્યાર સુધી કામ કરતું આવ્યું છે એ જ રીતે આગળ પણ કામ કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો