રસીનો સ્ટોક ખાલી:કોરોનાની રસી માટે હજુ ત્રણ દિવસ સુધી રાહ જોવી પડશે, રસી કેન્દ્રો પર છેલ્લા 12 દિવસથી સ્ટોક નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા

અમદાવાદમાં આશરે 77 ટકા લોકોએ રસીનો બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે ત્યારે હવે મ્યુનિ. પાસે રસીનો સ્ટોક ખાલી થઈ ગયો છે. આ કારણે રસી કેન્દ્ર સુધી રસી લેવા આવતા નાગરિકોએ રસી લીધા વગર પરત જવું પડી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 12 દિવસથી રસી ખૂટી પડી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા છે. જ્યારે ગુરુવારે સમગ્ર રાજ્યમાં એક માત્ર અમદાવાદમાં પાંચ કેસ નોંધાયા હતાં.

મ્યુનિ. આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે, સરકારમાં વારંવાર રજૂઆત કરી છે, પણ તેમની પાસે જ રસીનો સ્ટોક નથી. એક લાખ ડોઝની ડિમાન્ડ કરવામાં આવી છે. બે દિવસ અગાઉ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતાં સોમવાર સુધીમાં રસી આવી જશે તેમ આશ્વાસન આપ્યું હતું. શહેરમાં 80 જેટલા રસી કેન્દ્રો છે ત્યાંથી રોજેરોજ નાગરિકો રસી લીધા વગર પરત ફરી રહ્યાં હોવાની ફરિયાદો આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...