તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCનો દાવો:અમે 5 હજાર સોસાયટીમાં તપાસ કરી પણ કોઈ ધુળેટી રમતું મળ્યું નહીં

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટોળે વળી ધુળેટી રમનારાનું પાણીનું કનેકશન કાપી નાખવા ચેતવણી આપી હતી
 • ક્લબો, પાર્ટી પ્લોટ, હોલ, સોસાયટીઓ તેમજ ચાલીઓમાં 200 ટીમે વોચ રાખી હતી

મ્યુનિસિપલ કોર્પોરેશને એવો દાવો કર્યો છે કે, ધુળેટીના દિવસે શહેરની અંદાજે 5 હજાર સોસાયટીમાં વિવિધ ટીમોએ તપાસ કરી હતી. પરંતુ કોઈ ધુળેટી રમતું પકડાયું ન હતું. રવિવારે કોર્પોરેશને ચેતવણી આપી હતી કે, કોઈપણ સોસાયટી કે અન્ય સ્થળે ટોળે વળી ધુળેટી રમતા પકડાશે તો તે સોસાયટીનું પાણીનું કનેકશન કાપી નાખવામાં આવશે. મ્યુનિ.એ દાવો કર્યો હતો કે, શહેરના સાતેય ઝોનમાં તેની 200 ટીમોએ કડક વોચ રાખી ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી લીધી હતી.

મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગે 5 હજાર જેટલી સોસાયટીમાં તપાસ કરાતાં કોઇપણ સોસાયટીમાં લોકો હોળી રમતા જોવા મળ્યાં નહોતા. સોલિડ વેસ્ટ વિભાગના હર્ષદરાય સોલંકીના જણાવ્યા અનુસાર, સોમવારે 48 વોર્ડમાં જેટની 200 ટીમોએ શહેરની સોસાયટીઓ, ચાલીઓ, ક્લબો, પાર્ટી પ્લોટો, હોલ, મંદિરો સહિતના જાહેર સ્થળોએ તપાસ કરી હતી.

નોંધનીય છે કે, આગલા દિવસે પણ મ્યુનિ.ના અધિકારીઓ એવી મોટી સોસાયટીઓની મુલાકાત લીધી હતી. તેમજ તે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને મળીને સોસાયટીમાં કોઇ પણ વ્યક્તિ હોળી-ધુળેટીના તહેવારોમાં રંગોથી હોળી ન રમે તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી હતી. બીજા દિવસે આ સોસાયટીઓમાં તપાસ પણ કરવામાં આવી હતી.

માર્ચના પ્રારંભથી જ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી તો કેસનો આંકડો 500 ઉપર જ આવ્યો છે. આ સંજોગોમાં હોળી-ધૂળેટી રમવા લોકોની ભીડ એકત્ર થાય તો ચેપ વધુ ફેલાવાનું જોખમ રહેલું છે. મ્યુનિ.એ શનિવારે ગાઇડલાઇન બહાર પાડી પાર્ટી પ્લોટો, ક્લબો તેમજ જાહેર સ્થળોએ ભીડમાં ભેગા થઈ હોળી ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પોલીસ કમિશનરે પણ રોડ પર કે જાહેર સ્થળોએ હોળી-ધૂળેટી રમવા સામે પ્રતિબંધ લાદતું ફરમાન જારી કર્યું હતું.

હોળી-ધુળેટીના દિવસે પણ મંદિરોમાં રંગોત્સવની ઉજવણી થઈ ન હતી. છેલ્લા 1 વર્ષથી કોરોના વાઇરસના ચેપના જોખમને કારણે રથયાત્રાથી માંડી નવરાત્રિ સુધીના ઉત્સવો મોકૂફ રાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો. કેસમાં સતત વધારો થતા મ્યુનિ.ના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો